રીપોર્ટ@દેશ: ટ્રેક્ટર રેલી મામલે પોલીસની FIR, પ્રતિબંધિત દીપ સિદ્ધુને NIAનું સમન્સ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક નવા કેન્દ્રીય ખેતી બીલોને રદ કરવા અને એમએસપી પર તમામ પાકની ખરીદી માટે કાનૂની ગેરંટીની માંગણી સાથે છેલ્લા બે મહિનાથી ખેડૂતો દિલ્હીની સરહદો પર દેખાવો કરી રહ્યા છે. જેમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતો ગઈકાલે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી નીકાળવાના હતા. જેને કિશાન રીપબ્લિક પરેડ નામ અપાયુ
 
રીપોર્ટ@દેશ: ટ્રેક્ટર રેલી મામલે પોલીસની FIR, પ્રતિબંધિત દીપ સિદ્ધુને NIAનું સમન્સ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવા કેન્દ્રીય ખેતી બીલોને રદ કરવા અને એમએસપી પર તમામ પાકની ખરીદી માટે કાનૂની ગેરંટીની માંગણી સાથે છેલ્લા બે મહિનાથી ખેડૂતો દિલ્હીની સરહદો પર દેખાવો કરી રહ્યા છે. જેમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતો ગઈકાલે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી નીકાળવાના હતા. જેને કિશાન રીપબ્લિક પરેડ નામ અપાયુ હતુ. ટ્રેક્ટર રેલી માટે દિલ્હીના ત્રણ રૂટ પર ખેડૂતોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં સિંઘુ રૂટ, ટિકરી રૂટ અને ગાજીપુર રૂટનો સમાવેશ થતો હતો. પરંતુ ટ્રેક્ટર રેલી દરમ્યાન વિવિધ સ્થળે હંગામો થતા પોલીસે પ્રદર્શનકારીઓ વિરૂધ્ધ ગુના નોંધ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખેડુત નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, જે રૂટ નક્કી કરાયા હતા તેને પોલીસે બેરીકેટ લગાવી બંધ કરી દીધા હતા. બાદમાં પ્રદર્શનકારીઓએ બેરીકેડ હટાવી સેન્ટ્રલ દિલ્હી અને જૂની દિલ્હી જેવા વિસ્તારોમાં પણ પ્રવેશ કર્યો. વિરોધ કરી રહેલા ખેડુતોએ આઈટીઓ પર બેરીકેડીંગ તોડ્યા હતો. તે દરમ્યાન  વિરોધ કરી રહેલા ઘણા લોકો ટ્રેક્ટર લઈ ત્રીરંગા સહીતના ઝંડા સાથે લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. આ મામલે પોલીસે પ્રદર્શનકારીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધ્યો છે. ટ્રેક્ટર રેલીમાં જોડાવા માટે  ખેડુતો પંજાબ અને હરિયાણાથી ટ્રેકટર લઇને આવ્યા હતા. દિલ્હી સીવાય પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા,  તામિલનાડુ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ ટ્રેક્ટર રેલીઓ યોજવામાં આવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લામાં થયેલા હંગામા સંદર્ભે દિલ્હી પોલીસે 22 એફઆઈઆર નોંધી છે. આ કેસમાં લૂંટ, ગંભીર હુમલો કરવાના ઇરાદે લૂંટ, ગુનાહિત કાવતરાની સજા અને આઈપીસીની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે. આ સીવાય લાલ કિલ્લાના ખાલી જગ્યા પર નિશાન સાહીબનો ઝંડો ફરકાવનાર પંજાબી એક્ટર દીપ સીદ્ધુને NIAએ સમન પાઠવ્યુ છે. 2019ની ચુંટણીમાંદિપ સિદ્ધુ ભાજપના સન્ની દેઓલનો પ્રભારી હતો. ગત વર્ષે ખેડુત સંગઠનોએ દીપ સીદ્ધુ ઉપર પ્રતીબંધ મુક્યો હતો.