રીપોર્ટ@દેશ: રીયા-ગૌરવને અંડરવર્લ્ડ સાથે કોઇ લેવા-દેવા નથી: છોટા શકીલ

અટલ સમાચાર,ડેસ્ક બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસમાં સીબીઆઇ તપાસ હાલ શરૂ છે. આ તરફ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં અંડરવર્લ્ડ ડોન છોટા શકીલે મોટો ખુલાસો કર્યો છે. ખાનગી ચેનલ સાથે વાતચીતમાં છોટા શકીલે એક તરફ રિયા ચક્રવર્તી અને ગૌરવ આર્યાના અંડરવર્લ્ડ કનેક્શનને નકાર્યું છે તો બીજી તરફ બૉલિવૂડમાં અંડરવર્લ્ડની પકડ હોવાની વાત પણ
 
રીપોર્ટ@દેશ: રીયા-ગૌરવને અંડરવર્લ્ડ સાથે કોઇ લેવા-દેવા નથી: છોટા શકીલ

અટલ સમાચાર,ડેસ્ક

બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસમાં સીબીઆઇ તપાસ હાલ શરૂ છે. આ તરફ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં અંડરવર્લ્ડ ડોન છોટા શકીલે મોટો ખુલાસો કર્યો છે. ખાનગી ચેનલ સાથે વાતચીતમાં છોટા શકીલે એક તરફ રિયા ચક્રવર્તી અને ગૌરવ આર્યાના અંડરવર્લ્ડ કનેક્શનને નકાર્યું છે તો બીજી તરફ બૉલિવૂડમાં અંડરવર્લ્ડની પકડ હોવાની વાત પણ કહી છે. ડોન છોટા શકીલે કહ્યું કે, બૉલિવૂડમાં ફિલ્મો માટે અમે નાણાં આપીએ છીએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમને રિયા ચક્રવર્તીના અંડરવર્લ્ડ કનેક્શનના કેટલાક પુરાવા હાથ લાગ્યા છે. ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં છોટા શકીલે કહ્યું કે, સીબીઆઈ પોતાની તપાસ કરી રહી છે. આ મામલામાં સીબીઆઈએ અનેક લોકોની પૂછપરછ કરી છે અને ટૂંક સમયમાં સત્ય લોકો સામે આવી જશે. આ સાથે છોટા શકીલે આ મામલામાં સામે આવી રહેલા ગૌરવ આર્યાને ઓળખવાથી પણ ઇન્કાર કરી દીધો. છોટા શકીલ મુજબ ગૌરવનું નામ પહેલીવાર સાંભળી રહ્યો છું. છોટા શકીલે કહ્યું કે, આ બધી વાર્તા ઊભી કરવામાં આવી છે કે ગૌરવ આર્યાનું અંડરવર્લ્ડ કનેક્શન છે. અમારે ગૌરવ સાથે કોઈ લેવા-દેવા નથી. અમે રિયા ચક્રવર્તીને પણ નથી જાણતા. અમારો તેની સાથે પણ કોઈ કનેક્શન નથી.

રીપોર્ટ@દેશ: રીયા-ગૌરવને અંડરવર્લ્ડ સાથે કોઇ લેવા-દેવા નથી: છોટા શકીલ
Riya & Gaurav Arya (File Photo)

છોટા શકીલે આ સાથે જણાવ્યુ હતુ કે, રિયાનું અંડરવર્લ્ડ સાથે કોઈ કનેક્શન નથી. છોટા શકીલે કહ્યું કે, બૉલિવૂડમાં જ્યારે પણ કંઈ થાય છે તો દરેક મામલામાં અંડરવર્લ્ડનું નામ જોડી દેવામાં આવે છે. સીબીઆઈ આ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં સત્ય લોકોની સામે આવી જશે. આ મામલામાં મુંબઈ પોલીસ અને બાકી એજન્સી શું કરી રહી છે ? જે પણ લોકો અંડરવર્લ્ડની સાથે રિયાના કનેક્શનની વાત કરી રહ્યા છે તે બિલકુલ ખોટી છે. સીબીઆઈ તપાસ પહેલા જ કોઈને સજા સંભળાવી દેવી યોગ્ય નથી.