રીપોર્ટ@દેશ: ધોરણ 12ની પરીક્ષાને લઈને સુપ્રિમ કોર્ટમાં હવે આ તારીખે થશે સુનાવણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12ની બોર્ડ પરીક્ષા 2021 રદ કરવા માટે આવેલી અરજી પર સુનાવણી ટાળી છે. જે હવે આગામી સોમવારે એટલે કે, 31 તારીખે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાનીવાલી બેંચે કહ્યુ હતું કે, સુનાવણી દરમ્યાન ICSE અને CBSEના રિપ્રેંજેંટેશન હાજર હોવા જોઈએ. અટલ સમાચાર આપના
 
રીપોર્ટ@દેશ: ધોરણ 12ની પરીક્ષાને લઈને સુપ્રિમ કોર્ટમાં હવે આ તારીખે થશે સુનાવણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12ની બોર્ડ પરીક્ષા 2021 રદ કરવા માટે આવેલી અરજી પર સુનાવણી ટાળી છે. જે હવે આગામી સોમવારે એટલે કે, 31 તારીખે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાનીવાલી બેંચે કહ્યુ હતું કે, સુનાવણી દરમ્યાન ICSE અને CBSEના રિપ્રેંજેંટેશન હાજર હોવા જોઈએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે એટલે કે આજે હાલની કોવિડ સ્થિતીને જોતા ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ રદ કરવાની માગવાળી અરજી પર સુનાવણી થવાની હતી. અરજીની સુનાવણી ન્યાયમૂર્તિ એ.એમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીની અદાલતમાં સીબીએસઈ, સીઆઈએસસીઈ અને સરકારને એક વિશિષ્ઠ સમય મર્યાદાની અંદર ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા માટે ઓબ્જેક્ટિવ મેથડોલોજી તૈયાર કરવાનો નિર્દેશ આપવા ભલામણ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં ધોરણ 12 સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓના નિર્ણયની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે રવિવારે રાજ્યો પાસેથી ધોરણ 12ની પરીક્ષાને લઈને સૂચનો આપવા કહ્યુ હતું અને ટૂંક સમયમાં જ તે આપી દેવા જણાવ્યુ છે.