રીપોર્ટ@દેશ: આ રાષ્ટ્રીય સંકટનો સમય, મૂકદર્શક ના બની શકીએ: સુપ્રિમ કોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાના વધતા સંકટથી લડવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે નેશનલ પ્લાન માંગ્યો હતો, તેના પર મંગળવારે સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ઑક્સિજન, મેડિકલ ફેસિલિટી અને વેક્સિનેશન પર માહિતી માંગી છે. સુનાવણી દરમ્યાન કોર્ટે સવાલ કર્યો કે, વેક્સિનના અલગ-અલગ ભાવો પર કેન્દ્ર શું કરી રહ્યું છે, જો હાલની
 
રીપોર્ટ@દેશ: આ રાષ્ટ્રીય સંકટનો સમય, મૂકદર્શક ના બની શકીએ: સુપ્રિમ કોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાના વધતા સંકટથી લડવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે નેશનલ પ્લાન માંગ્યો હતો, તેના પર મંગળવારે સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ઑક્સિજન, મેડિકલ ફેસિલિટી અને વેક્સિનેશન પર માહિતી માંગી છે. સુનાવણી દરમ્યાન કોર્ટે સવાલ કર્યો કે, વેક્સિનના અલગ-અલગ ભાવો પર કેન્દ્ર શું કરી રહ્યું છે, જો હાલની સ્થિતિ નેશનલ ઇમરજન્સી નથી તો શું છે. સુનાવણી દરમ્યાન ઑક્સિજન અને વેક્સિનની સપ્લાઈ પર પણ ચર્ચા થઈ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના સંકટને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. કેન્દ્ર સરકાર તરફથી સર્વોચ્ચ કોર્ટમાં પોતાનો જવાબ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને ઑક્સિન સપ્લાઈ પર લેટર મોકલવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સુનાવણીનો મતલબ હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને રોકવાનો નથી, હાઈકોર્ટ સ્થાનિક પરિસ્થિતિને યોગ્ય સમજી શકે છે. રાષ્ટ્રીય મુદ્દાઓ પર અમારે દખલ દેવી જરૂરી નથી. અમે રાજ્યો વચ્ચે સમન્વય બેસાડવા કામ કરીશું.

કોર્ટમાં સૉલિસિટર જનરલે કહ્યું કે, પહેલી લહેર 2019-20માં આવી, પરંતુ બીજી લહેરનો કોઈએ અંદાજ લગાવ્યો નહોતો. આને લઇને પણ કોઈ મહત્વના નિર્ણય લીધા છે. કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય લેવલ પર પરિસ્થિતિને મૉનિટર કરી રહી છે, ખુદ પીએમ પણ મીટિંગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, હજુ તેમણે કેન્દ્ર દ્વારા દાખલ પ્લાન નથી જોયો. આશા છે કે રાજ્યોથી પણ તેનો ફાયદો થશે.

સુનાવણી દરમ્યાન જસ્ટિસ એસઆર ભટ્ટે કહ્યું કે, સેના, રેલવેના ડૉક્ટર્સ કેન્દ્ર અંતર્ગત આવે છે. તેવામાં શું તેમને ક્વોરન્ટાઇન, વેક્સિનેશન અને અન્ય ઉપયોગ માટે લઇ શકાય છે. તેના પર શું છે નેશનલ પ્લાન? આ સમયે વેક્સિનેશન ખુબ જ જરૂરી છે, વેક્સિનના ભાવ પર કેન્દ્ર શું કરી રહ્યું છે. આ નેશનલ ઇમરજન્સી નથી તો પછી શું છે? જોકે, કોર્ટમાં સુનાવણી દરમ્યાન રાજસ્થાન, બંગાળ તરફથી વેક્સિનના અલગ-અલગ ભાવ પર ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.