રીપોર્ટ@દેશ: 26 જાન્યુઆરીએ ખેડૂતો દ્રારા ટ્રેક્ટર રેલીનું આયોજન, જાણો સુપ્રિમ કોર્ટે શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે દીલ્હીમાં આગામી 26 જાન્યુઆરીના રોજ ખેડુતો દ્વારા ટ્રેક્ટર રેલીનુ આયોજન કરાયુ છે. જેના વિરૂદ્ધમાં દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હીમાં પ્રવેશ સંબધીત મામલો એ કાયદો અને વ્યસ્થાની દ્રસ્ટીએ પોલીસના અધીકાર ક્ષેત્રમાં આવે છે. જેથી તેનુ નિર્ધારણ પણ પોલીસે જ
 
રીપોર્ટ@દેશ: 26 જાન્યુઆરીએ ખેડૂતો દ્રારા ટ્રેક્ટર રેલીનું આયોજન, જાણો સુપ્રિમ કોર્ટે શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે દીલ્હીમાં આગામી 26 જાન્યુઆરીના રોજ ખેડુતો દ્વારા ટ્રેક્ટર રેલીનુ આયોજન કરાયુ છે. જેના વિરૂદ્ધમાં દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હીમાં પ્રવેશ સંબધીત મામલો એ કાયદો અને વ્યસ્થાની દ્રસ્ટીએ પોલીસના અધીકાર ક્ષેત્રમાં આવે છે. જેથી તેનુ નિર્ધારણ પણ પોલીસે જ કરવુ જોઈએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું કે, તમારે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ. અમે અત્યારે સુનવણી ટાળી રહ્યા છીએ.ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયાએ એ.પી.સિંહને જણાવ્યુ હતુ કે, કોણ દિલ્લીમાં આવશે અને કોણ નહી તે દિલ્લી પોલીસ નક્કી કરી શકે છે. અમે પ્રથમ ઓર્થોરીટી નથી. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટના જજે કહ્યુ હતુ કે, પોલીસ કેમ ઈચ્છે છે કે, એમને કોર્ટ તરફથી ઓર્ડર મળે ?

સમગ્ર મામલે કોર્ટે સુનાવણીમાં કહ્યુ હતુ કે, પોલીસ તેના અધિકારોનો ઉપયોગ કરી શકે છે. આ મામલે વધુ સુનાવણી આગામી બુધવારના રોજ થશે. નોંધનિય છે કે, છેલ્લાં 50થી વધુ દિવસથી ખેડૂતો કૃષિબિલ મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોની મુખ્ય માંગ ત્રણ વિવાદીત બિલોને રદ્દ કરી એમએસપીનો કાયદો બનાવવાની છે.