રીપોર્ટ@દેશ: સંયુક્ત કિસાન મોર્ચો આજથી પ.બંગાળના ચૂંટણી સંગ્રામમાં ઉતરશે, BJPની ચિંતા વધશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે પશ્વિમ બંગાળમાં ચૂંટણીના પડઘમ વચ્ચે આજથી સંયુક્ત કિસાન મોર્ચો ચૂંટણી સંગ્રામમાં ઉતરશે. પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા વિધાનસભા ચૂંટણી સંગ્રામની વચ્ચે સંયુક્ત કિસાન મોર્ચાએ પણ હવે મેદાનમાં ઉતરવાની પુરી તૈયારી કરી લીધી છે. કિશાન મોર્ચાએ 12 માર્ચથી 3 દિવસનો કાર્યક્રમ જારી કર્યો છે. જેમાં બેઠકને લઈને પંચાયત સુધી સામેલ
 
રીપોર્ટ@દેશ: સંયુક્ત કિસાન મોર્ચો આજથી પ.બંગાળના ચૂંટણી સંગ્રામમાં ઉતરશે, BJPની ચિંતા વધશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે પશ્વિમ બંગાળમાં ચૂંટણીના પડઘમ વચ્ચે આજથી સંયુક્ત કિસાન મોર્ચો ચૂંટણી સંગ્રામમાં ઉતરશે. પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા વિધાનસભા ચૂંટણી સંગ્રામની વચ્ચે સંયુક્ત કિસાન મોર્ચાએ પણ હવે મેદાનમાં ઉતરવાની પુરી તૈયારી કરી લીધી છે. કિશાન મોર્ચાએ 12 માર્ચથી 3 દિવસનો કાર્યક્રમ જારી કર્યો છે. જેમાં બેઠકને લઈને પંચાયત સુધી સામેલ છે. આ દરમ્યાન મોર્ચાના નેતા અને પદાધિકારીઓ ત્યાં ભાજપ તથા તેના સહયોગી દળોને વોટ ન આપવા અપીલ કરશે. સાથે ખેડૂતોને દિલ્હીની બોર્ડર પર પાછા ન જવા પણ અપીલ કરાઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ તરફ પંજાબના ખેડૂત નેતાઓએ કમર કસી લીધી છે. ભારતીય ખેડૂત યુનિયનના પ્રધાન બલબીર સિંહ રાજેવાલે જણાવ્યું કે બંગાળ સહિત 5 રાજ્યોમાં ખેડૂતોની બેચ જશે. જ્યાં મતદાતાઓને આગ્રહ કરશે કે તે ભાજપને છોડી અન્ય કોઈ પણ રાજનીતિક દળને મતદાન કરે. તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા સીટો પર ખેડૂતોની બેચ કૃષિ કાયદાની પ્રતિયા વિતરિત કરી તેને નુકસાન ગણાવશે. પ્રત્યેક બેચ બંગાળમાં રોજ 3થી 4 રેલીઓ કરશે. પ્રત્યેક બેચ દરેક જિલ્લામાં 12 રેલીઓ કરશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રવિવારે ટીકરી બોર્ડર પર ખેડૂત આંદોલનના આગામી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસાર ખેડૂત નેતા 12 માર્ચે પશ્ચિમ બંગાળમાં ભાજપનો વિરોધ કરશે. 23 માર્ચે શહિદ ભગત સિંહનો શહીદી દિવસ બનાવશે. જેમાં યુવાઓને વધારે સંખ્યામાં દિલ્હીની બોર્ડરો પર પહોંચવા અપીલ કરશે. 26 માર્ચે આંદોલનના 4 મહિના થવા પર ભારત બંધ કરવામાં આવશે. આ ઉપરાંત 28 માર્ચે હોળીના તહેવારે 3 કૃષિ કાયદાની કોપી સળગાવશે.