રીપોર્ટ@દાહોદ: DDOની ટીમમાં મોટો ફેરબદલ, એકસાથે 5 ટીડીઓ ટ્રાન્સફર

અટલ સમાચાર, મહેસાણા દાહોદ જીલ્લા પંચાયતના વહીવટી આલમમાં જુલાઇના પ્રથમ દિવસે મોટો ફેરફાર સામે આવ્યો છે. ટીમ ડીડીઓના અહમ હિસ્સેદારોની એકસાથે મોટી સંખ્યામાં બદલી થઇ છે. પંચાયત વિભાગે 17 ટીડીઓની ટ્રાન્સફર કરી જેમાં સૌથી વધુ અસર દાહોદ જીલ્લામાં થઇ છે. એકસાથે 5 ટીડીઓની બદલીના ઓર્ડર થતાં ડીડીઓ હેઠળની જીલ્લા પંચાયતની જૂની ટીમમાં આમૂલ બદલાવ આવ્યો
 
રીપોર્ટ@દાહોદ: DDOની ટીમમાં મોટો ફેરબદલ, એકસાથે 5 ટીડીઓ ટ્રાન્સફર

અટલ સમાચાર, મહેસાણા

દાહોદ જીલ્લા પંચાયતના વહીવટી આલમમાં જુલાઇના પ્રથમ દિવસે મોટો ફેરફાર સામે આવ્યો છે. ટીમ ડીડીઓના અહમ હિસ્સેદારોની એકસાથે મોટી સંખ્યામાં બદલી થઇ છે. પંચાયત વિભાગે 17 ટીડીઓની ટ્રાન્સફર કરી જેમાં સૌથી વધુ અસર દાહોદ જીલ્લામાં થઇ છે. એકસાથે 5 ટીડીઓની બદલીના ઓર્ડર થતાં ડીડીઓ હેઠળની જીલ્લા પંચાયતની જૂની ટીમમાં આમૂલ બદલાવ આવ્યો છે. પાંચેય ટીડીઓની જીલ્લા બહાર બદલી થતાં અનેક ચર્ચાને અવકાશ મળ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@દાહોદ: DDOની ટીમમાં મોટો ફેરબદલ, એકસાથે 5 ટીડીઓ ટ્રાન્સફર

રાજ્ય પંચાયત વિભાગે ગઇકાલે એકસાથે 17 ટીડીઓની બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં સરેરાશ 30 ટકા બદલીની અસર એકમાત્ર દાહોદ જીલ્લાને બાબતે સામે આવી છે. 17માંથી 5 ટીડીઓ દાહોદ જીલ્લા પંચાયતના હોવાથી વહીવટી દ્રષ્ટીએ મોટો ફેરફાર આવ્યો છે. દાહોદ જીલ્લા પંચાયતના વહીવટીને લઇ અગાઉ અનેક વખત સ્થાનિક કક્ષાએ અને ગાંધીનગર સુધી મૌખિક અને લેખિત વિગતો રજૂ થયેલી છે. આવી સ્થિતિમાં દાહોદ, લીમખેડા, ગરબાડા, સીંગવડ અને ફતેપુરા ટીડીઓની બદલી અનેક વિષયો ઉપર વિચાર કરાવી રહી છે.

રીપોર્ટ@દાહોદ: DDOની ટીમમાં મોટો ફેરબદલ, એકસાથે 5 ટીડીઓ ટ્રાન્સફર

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, દાહોદ જીલ્લાના કુલ 9 પૈકી 5 TDO બદલાયા હોઇ સરેરાશ 50 ટકા ટ્રાન્સફર કહી શકાય. જીલ્લા વિકાસ અધિકારી રચિત રાજની ટીમના 9 પૈકી 5 ટીડીઓ બહારના જીલ્લામાં બદલી થયા બાદ નવિન ચાર ટીડીઓ આવ્યાં છે. બદલીના ઓર્ડર તૈયાર થતાં હોવાનું જાણી દાહોદ જીલ્લા પંચાયત આલમમાં વહીવટી અધિકારીઓ જાગૃત બન્યા હતા. એકસાથે 5 ટીડીઓની બદલીને કારણે વહીવટી અને રાજકીય આલમમાં ચર્ચા બની છે.