રીપોર્ટ@દાહોદ: જિ.પં.માં કોવિડ માટે ડિવાઇસની ખરીદીમાં ગંભીર વિસંગતતા

અટલ સમાચાર,ડેસ્ક દાહોદ જિલ્લા પંચાયત દ્વારા કોરોના મહામારી દરમિયાન થયેલ અનેક ખરીદીઓમાં પારદર્શકતાને લઇ સવાલો ઉભા થઇ રહ્યા છે. જેમાં દર્દીના બોડીમાં ઓક્સીજનની સ્થિતિ માપવા માટેનું પલ્સ ઓક્સીમીટર નામના ડિવાઇસ બાબતે ગંભીર બાબતો સામે આવી છે. આરોગ્ય શાખાના અધિકારીએ ખરીદી હજુ પ્રક્રિયા હેઠળ હોવાનો દાવો કર્યાની વચ્ચે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. તાલુકા આરોગ્ય કચેરીઓ
 
રીપોર્ટ@દાહોદ: જિ.પં.માં કોવિડ માટે ડિવાઇસની ખરીદીમાં ગંભીર વિસંગતતા

અટલ સમાચાર,ડેસ્ક
દાહોદ જિલ્લા પંચાયત દ્વારા કોરોના મહામારી દરમિયાન થયેલ અનેક ખરીદીઓમાં પારદર્શકતાને લઇ સવાલો ઉભા થઇ રહ્યા છે. જેમાં દર્દીના બોડીમાં ઓક્સીજનની સ્થિતિ માપવા માટેનું પલ્સ ઓક્સીમીટર નામના ડિવાઇસ બાબતે ગંભીર બાબતો સામે આવી છે. આરોગ્ય શાખાના અધિકારીએ ખરીદી હજુ પ્રક્રિયા હેઠળ હોવાનો દાવો કર્યાની વચ્ચે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. તાલુકા આરોગ્ય કચેરીઓ મારફત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પલ્સ ઓક્સિમીટરનો જથ્થો પહોંચી ગયો છે. આથી તપાસ કરતા નાણાંકિય લગત સવાલો સામે જવાબ આપવાનું ટાળી રહ્યા છે.

રીપોર્ટ@દાહોદ: જિ.પં.માં કોવિડ માટે ડિવાઇસની ખરીદીમાં ગંભીર વિસંગતતા
દાહોદ જિલ્લા પંચાયત દ્વારા મટિરિયલ ખરીદી બાબતે વારંવાર ઊભા થતા સવાલો વચ્ચે કોવિડ દરમિયાનની ગતિવિધી સૌથી મોટા સવાલો ઉભા કરી રહી છે. જુલાઇના અંતમાં દાહોદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને શંકાસ્પદ દર્દીઓની તપાસ માટે પલ્સ ઓક્સિમીટર નામના મેડિકલ ડિવાઇસની ખરીદી કરી હતી. આ પલ્સ ઓક્સિમીટર કેવી રીતે અને કેટલા એસ્ટીમેન્ટ સાથે કોની પાસેથી ખરીદવામાં આવ્યા તે અંગે સવાલ કરતા આરોગ્ય શાખાના ઇન્ચાર્જ સીડીએચઓ અને સંબંધિત કર્મચારીઓ જવાબ આપવાનું ટાળી રહ્યા છે. આ દરમિયાન ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પ્રકાશ સુથારે જણાવ્યુ હતુ કે હજુ ખરીદી પુર્ણ થઇ નથી, હાલ માત્ર વહિવટી મંજૂરી મળી છે. જો કે દાહોદ જિલ્લાના અનેક તાલુકાઓમાં પલ્સ ઓક્સિમીટરનો જથ્થો પહોચી ગયો હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@દાહોદ: જિ.પં.માં કોવિડ માટે ડિવાઇસની ખરીદીમાં ગંભીર વિસંગતતા
પલ્સ ઓક્સિમીટરની ખરીદી બાબતે અટલ સમાચાર.કોમ દ્વારા ઊંડાણ પુર્વકની તપાસ કરતા ૩૧ જુલાઇ ૨૦૨૦ના રોજ દાહોદ, જાલોદ, સંજેલી અને દેવગઢ બારિયા સહિતના તાલુકાઓમાં મોટા પ્રમાણમાં જથ્થો પહોંચી ગયો છે. દાહોદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ કુલ ૧૪૦૦ પલ્સ ઓક્સિમીટર ખરીદીને તાલુકાઓમાં વિતરીત કરી દીધા સુધીની પ્રક્રિયા થઇ ગઇ છતાં અધિકારીઓ નાણાંકિય બાબતો ઢાંકવા માટે ભયંકર ધમપછાડા મારી રહ્યાનો ખુલાસો થયો છે. જેમાં સૌથી મોટી વાત સામે આવી છે કે, પલ્સ ઓક્સિમીટર બજાર ભાવથી ખૂબ જ ઊંચી કિંમતે થઇ હોવાની આશંકા હોઇ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સુથાર પ્રતિ નંગનું એસ્ટીમેન્ટ આપવાથી દૂર ભાગી રહ્યા છે.

રીપોર્ટ@દાહોદ: જિ.પં.માં કોવિડ માટે ડિવાઇસની ખરીદીમાં ગંભીર વિસંગતતા
પલ્સ ઓક્સિમીટરની ખરીદી બાબતે ઉભા થતા ચોંકાવનારા સવાલો

– જો હજુ વહિવટી મળી છે તો તાલુકાઓમાં જથ્થો કેવી રીતે પહોંચી ગયો?
– જો વહીવટી મંજૂરી મળી છે તો ખરીદીનું એસ્ટીમેન્ટ કેમ જાહેર થતુ નથી?
– બનાસકાંઠા જિલ્લો સૌથી મોટો હોવા છતાં માત્ર ૬૦૦ નંગ ખરીદવામાં આવ્યા તો દાહોદ જિલ્લામાં અધધધ ૧૪૦૦ કેમ ?
– પલ્સ ઓક્સિમીટર સિવિલ કંમ્પાઉન્ડમાં આવેલ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રમાંથી કેમ ન ખરીદ્યા ?
– પલ્સ ઓક્સિમીટરની ખરીદીની વિગતો આરોગ્ય શાખાના કર્મચારીઓ , સિડીએચઓ અને ડીડીઓ સહિતના કેમ છુપાવી રહ્યા છે?