રીપોર્ટ@દાંતીવાડા: વિકાસના કામો સામે પ્રશ્નાર્થ, ઇજનેરે 53 લાખની રોકડી કરી

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે એસીબી દ્રારા દાંતીવાડા સીપુ યોજનાના મોકૂફ નાયબ ઇજનેર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. દાંતીવાડા સીપુ યોજનામાં વિકાસના કામો સામે પ્રશ્નાર્થની સ્થિતિમાં ઇજનેરે 53 લાખની રોકડી કરી હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. મોકૂફ નાયબ ઇજનેર સામેથી અગાઉ થયેલી અરજીની તપાસમાં રૂ.53,19,390ની અપ્રમાણસર
 
રીપોર્ટ@દાંતીવાડા: વિકાસના કામો સામે પ્રશ્નાર્થ, ઇજનેરે 53 લાખની રોકડી કરી

અટલ સમાચાર, પાલનપુર 

કોરોના મહામારી વચ્ચે એસીબી દ્રારા દાંતીવાડા સીપુ યોજનાના મોકૂફ નાયબ ઇજનેર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. દાંતીવાડા સીપુ યોજનામાં વિકાસના કામો સામે પ્રશ્નાર્થની સ્થિતિમાં ઇજનેરે 53 લાખની રોકડી કરી હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. મોકૂફ નાયબ ઇજનેર સામેથી અગાઉ થયેલી અરજીની તપાસમાં રૂ.53,19,390ની અપ્રમાણસર મિલ્કત હોવાથી ગુનો દાખલ કરાયો હોવાનું સામે આવ્યુ છે. જોકે એસીબીએ તપાસમાં જણાવ્યુ છે કે, ઇજનેર પાસે કાયદેસરની આવક રૂ.96,13,791 અને તેમણે રૂ.1,49,33,181નું ખર્ચ અને રોકાણ કર્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠાના પાલનપુર સીપુ યોજના વિભાગના નાયબ એન્જીનિયર અને તત્કાલિન ઇન્ચાર્જ એક્જયુકેટિવ ઇજનેર વસંતભાઇ તળશીભાઇ ચૌહાણ અગાઉ લાંચ લેતાં ઝડપાયા બાદ હાલમાં ફરજ મોકૂફ છે. જે બાદ તેમની વિરૂધ્ધમાં થયેલી અરજી મુજબ વસંતભાઇ ચૌહાણ અને તેમના પરિવારના સભ્યોની મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાઓ અને બેંક ખાતાઓ સહિત વિગતો એસીબીએ મેળવી હતી. જે બાદમાં જે હકીકત બહાર આવી તે અત્યંત ચોંકાવનારી છે.

રીપોર્ટ@દાંતીવાડા: વિકાસના કામો સામે પ્રશ્નાર્થ, ઇજનેરે 53 લાખની રોકડી કરી

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, એસીબી તપાસમાં સામે આવ્યુ છે કે, નાયબ ઇજનેરે ફરજ દરમ્યાન કાયદેસરની આવકના સાધનોમાંથી કુલ આવક 96,13,791 થયેલી છે. જેની સામે ઇજનેરે રૂ.1,49,33,181 ખર્ચ અને રોકાણ કરેલ છે. આ સાથે મોકૂફ ઇજનેરે રૂ.53,19,390 થી વધુ અપ્રમાણસર મિલકત વસાવેલી હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. જેને લઇ પાટણ એસીબી પી.આઇ. એચ.એસ.આચાર્યએ સરકાર પક્ષે ફરીયાદી બની ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 (સુધારા કલમ-2018)ની કલમ 13(1)(બી) તથા 13(2) મુજબ ગુનો દાખલ કરાવેલ છે. દ્રારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.