રીપોર્ટ@ડીસા: પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ કોરોના સંક્રમિત, સંબંધિતો ચોંક્યા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે કેટલાય રાજકારણીઓ દિવસેને દિવસે સંક્રમિત જાહેર થઇ રહ્યા છે. આજે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ કોરોના પોઝિટીવ જાહેર થતાં તેમના સંપર્કમાં આવેલા લોકો ચોંકી ઉઠ્યા છે. ગોવાભાઇ ફેમિલી ફિઝિશિયનનું કન્સલ્ટિંગ કરી હોમ ક્વોરેન્ટાઇન થયા હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. આ તરફ ગોવાભાઇના સંપર્કમાં આવેલા લોકોની શોધવાની કવાયત
 
રીપોર્ટ@ડીસા: પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ કોરોના સંક્રમિત, સંબંધિતો ચોંક્યા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે કેટલાય રાજકારણીઓ દિવસેને દિવસે સંક્રમિત જાહેર થઇ રહ્યા છે. આજે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ કોરોના પોઝિટીવ જાહેર થતાં તેમના સંપર્કમાં આવેલા લોકો ચોંકી ઉઠ્યા છે. ગોવાભાઇ ફેમિલી ફિઝિશિયનનું કન્સલ્ટિંગ કરી હોમ ક્વોરેન્ટાઇન થયા હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. આ તરફ ગોવાભાઇના સંપર્કમાં આવેલા લોકોની શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ડ આગેવાન ગોવાભાઇ દેસાઇનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે કોરોના સંક્રમણ છતાં તેમનું સ્વાસ્થ્ય સારૂં હોવાથી ફેમિલી ફિઝિશિયનનું કન્સલ્ટિંગ કરી ગોવાભાઇ હોમ ક્વોરેન્ટાઇન થયા છે. આ તરફ ગુજરાતમાં ભાજપના ચાર સાંસદો, મંત્રીઓ, ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો, કોર્પોરેટરો સહિત નેતાઓ મોટી સંખ્યામાં કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. તેમજ મોટા ભાગના સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે.