રીપોર્ટ@ડીસા: 6 ડિગ્રી તાપમાન વચ્ચે આગામી 72 કલાક સુધી હાડ થીજવતી ઠંડીની શક્યતાં

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા પંથકમાં વહેલી સવારથી કડકડતી ઠંડી વચ્ચે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાજ્યમાં પડી રહેલી છેલ્લા 2 દિવસની કડકડતી ઠંડીના કારણે ડીસામાં પારો 6 ડિગ્રી આસપાસ પહોંચી ગયેલો જોવા મળ્યો છે. જેના કારણે ઠંડીમાં લોકો સવારે યોગ-કસરતો કરતા નજરે પડ્યા. રાજ્યના શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં
 
રીપોર્ટ@ડીસા: 6 ડિગ્રી તાપમાન વચ્ચે આગામી 72 કલાક સુધી હાડ થીજવતી ઠંડીની શક્યતાં

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા પંથકમાં વહેલી સવારથી કડકડતી ઠંડી વચ્ચે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાજ્યમાં પડી રહેલી છેલ્લા 2 દિવસની કડકડતી ઠંડીના કારણે ડીસામાં પારો 6 ડિગ્રી આસપાસ પહોંચી ગયેલો જોવા મળ્યો છે. જેના કારણે ઠંડીમાં લોકો સવારે યોગ-કસરતો કરતા નજરે પડ્યા. રાજ્યના શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 7 ડિગ્રી, નલિયામાં 2 ડિગ્રી, ભુજમાં 8 ડગ્રી, ડીસામાં 6 ડીગ્રી, ગાંધીનગરમાં 7 ડિગ્રી, રાજકોટમાં 7 ડિગ્રી જ્યારે જૂનાગઢમાં 8 ડિગ્રી નોંધાયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@ડીસા: 6 ડિગ્રી તાપમાન વચ્ચે આગામી 72 કલાક સુધી હાડ થીજવતી ઠંડીની શક્યતાં
જાહેરાત

ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષના પગલે રાજ્યમાં આગામી 72 કલાક સુધી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. આમ રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. બનાસકાંઠા જીલ્લાના ડીસામાં પારો 6 ડિગ્રી આસપાસ પહોંચી ગયેલો જોવા મળ્યો છે. હિમાચલ પ્રદેશના 9 જિલ્લામાં ભારે હિમવર્ષા થઇ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ 2 દિવસ કોલ્ડ વેવની આગાહી કરી છે.