રીપોર્ટ@દિયોદર: ગામમાં યુવતિની છેડતી બાદ મારામારીમાં 7 ઘાયલ, 17 સામે ફરીયાદ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે ગત દિવસે દલિત સમાજની યુવતીની છેડતીની ઘટના બાદ મારામારી થઇ હતી. ગામમાં રહેતાં પટેલ અને દલિત સમાજ વચ્ચે થયેલ મારામારીમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ બન્યા હતા. જે બાદ દલિત સમાજના ચંદ્રિકાબેને દિયોદર પોલીસ મથકે 11 લોકોના નામજોગ અને અન્ય ટોળાં સામે રાયોટિંગ અને એટ્રોસિટી મુજબ ફરીયાદ નોંધાવી
 
રીપોર્ટ@દિયોદર: ગામમાં યુવતિની છેડતી બાદ મારામારીમાં 7 ઘાયલ, 17 સામે ફરીયાદ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે ગત દિવસે દલિત સમાજની યુવતીની છેડતીની ઘટના બાદ મારામારી થઇ હતી. ગામમાં રહેતાં પટેલ અને દલિત સમાજ વચ્ચે થયેલ મારામારીમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ બન્યા હતા. જે બાદ દલિત સમાજના ચંદ્રિકાબેને દિયોદર પોલીસ મથકે 11 લોકોના નામજોગ અને અન્ય ટોળાં સામે રાયોટિંગ અને એટ્રોસિટી મુજબ ફરીયાદ નોંધાવી છે. આ તરફ સામાપક્ષે નવીનભાઇ પટેલે પણ તેમના પિતા અને ભાઇ ઉપર હુમલો કરવા બાબતે 6 લોકો સામે રાયોટિંગની ફરીયાદ દાખલ કરાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે 28 સપ્ટેમ્બરના રોજ બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. ચંદ્રીકાબેન પરમારે નોંધાવેલી ફરીયાદ મુજબ, સોમવારે સવારે પોતાની બહેન સાથે તેઓ ઘરેથી ખેતરે જતા હતા. આ દરમ્યાન ગામના જ મહેશભાઇ, અરવિંદભાઇ, નવીનભાઇ, હસમુખભાઇ, ગોપાળભાઇ અને ભરતભાઇ તમામ રહે. રૈયાવાળાઓએ તેમની મશ્કરી કરી મજાક ઉડાવતાં હતા. આ તરફ ફરીયાદીના ભાઇ હિતેષભાઇ ટ્રેક્ટર લઇ આવતો હોવાથી તે આરોપીઓને સમજાવવા જતાં મારામારી સર્જાઇ હતી.

રીપોર્ટ@દિયોદર: ગામમાં યુવતિની છેડતી બાદ મારામારીમાં 7 ઘાયલ, 17 સામે ફરીયાદ

ચંદ્રિકાબેને ફરીયાદમાં લખાવ્યુ છે કે, મારો ભાઇ સમજાવવા જતાં આ લોકોએ મારામારી શરૂ કરી મને પણ બે વ્યક્તિઓએ પકડી રાખી હતી. જે બાદમાં અરવિંદભાઇએ હિતેષભાઇના જમણા પગમાં છરી મારી હતા. જે બાદ ફરીયાદીના માતા-પિતા આવી જતાં આરોપીઓએ તેમને પણ માર માર્યો હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. ઘટનાને લઇ ઇજાગ્રસ્ત ચાર લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ ચંદ્રિકાબેને 11 લોકોના નામજોગ અને અન્ય ટોળાં સામે રાયોટિંગ અને એટ્રોસિટી મુજબ ફરીયાદ નોંધાવી છે.

રીપોર્ટ@દિયોદર: ગામમાં યુવતિની છેડતી બાદ મારામારીમાં 7 ઘાયલ, 17 સામે ફરીયાદ

સામે પક્ષે નવિનભાઇ પટેલે પોતાના પિતા અને ભાઇ પર હુમલો કરવા બાબતે અને ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી રાયોટિંગની ફરીયાદ નોંધાવી છે. દિયોદર પોલીસે અમરતભાઇ મોતીભાઇ પરમાર, હિતેષ અમરતભાઇ પરમાર, રાહુલ અમરતભાઇ પરમાર, હંસાબેન અમરતભાઇ પરમાર, ચંદ્રિકાબેન અમૃતભાઇ પરમાર, પુષ્પાબેન અમૃતભાઇ પરમાર સામે આઇપીસીની કલમ 326, 324, 323, 143, 147, 148, 149, 506(3), 294(b) અને જી.પી.એક્ટની કલમ 132 રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રીપોર્ટ@દિયોદર: ગામમાં યુવતિની છેડતી બાદ મારામારીમાં 7 ઘાયલ, 17 સામે ફરીયાદ

ચંદ્રિકાબેન પરમારે આ લોકો સામે નોંધાવી ફરીયાદ

(આઇપીસીની કલમ 324, 323, 354A, 506(1), 143, 147, 148, 149 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(r), 3(1)(s), 3(1)(w), 3(2)(va) અને જી.પી.એક્ટની કલમ 135 મુજબની ફરીયાદ)

  1. મહેશભાઇ જેસુંગભાઇ પટેલ
  2. અરવીંદભાઇ ભગાભાઇ પટેલ
  3. નવીનભાઇ ભગાભાઇ પટેલ
  4. હસમુખભાઇ પરમાભાઇ પટેલ
  5. ગોપાલભાઇ નાનજીભાઇ પટેલ
  6. ભરતભાઇ રામસુંગભાઇ પટેલ
  7. ભગાભાઇ પટેલ
  8. પચાભાઇ પટેલ
  9. લેલીબહેન ભગાભાઇ પટેલ
  10. અરવિંદભાઇની પત્નિ
  11. નવિનભાઇની પત્નિ તથા બીજા 10થી વધુ લોકો, તમામ રહે.રૈયા, તા. દિયોદર