રીપોર્ટ@દિયોદર: તાલુકા પંચાયતમાં સત્તા રાખવા વિરૂધ્ધ ખેંચવા બુધવારે જંગ 

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે આગામી 9 સપ્ટેમ્બરે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાનાર છે. જેને લઇ ભાજપ-કોંગ્રેસના હોદ્દેદારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દિયોદર તાલુકા પંચાયતમાં સત્તા રાખવાની સામે ખેંચવા આગામી બુધવારે ચૂંટણી જંગ ખેલાશે. હાલ દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હોઇ હવે અઢી વર્ષી ટર્મ પુર્ણ થતાં પંથકમાં રાજકીય ગરમાવો આવી
 
રીપોર્ટ@દિયોદર: તાલુકા પંચાયતમાં સત્તા રાખવા વિરૂધ્ધ ખેંચવા બુધવારે જંગ 

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક) 

કોરોના મહામારી વચ્ચે આગામી 9 સપ્ટેમ્બરે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાનાર છે. જેને લઇ ભાજપ-કોંગ્રેસના હોદ્દેદારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દિયોદર તાલુકા પંચાયતમાં સત્તા રાખવાની સામે ખેંચવા આગામી બુધવારે ચૂંટણી જંગ ખેલાશે. હાલ દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હોઇ હવે અઢી વર્ષી ટર્મ પુર્ણ થતાં પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસી સભ્યો પથમેડા રાજસ્થાન ગૌ માતા અને રામદેવરા દર્શન કરી રાજસ્થાન પ્રવાસ પૂર્ણ કરી 9 સપ્ટેમ્બરે ચૂંટણીમાં હાજરી આપશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ પુરી થતાં આગામી 9 સપ્ટેમ્બરે પ્રમુખપદની ચૂંટણી યોજાનાર છે. હાલ દિયોદરના કોંગ્રેસી ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયાના માર્ગદર્શન નીચે પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી સહિતનાઓનો દિયોદર તાલુકા પંચાયત ચૂંટાયેલા 11 સભ્યો સાથે તાલમેલ છે. આ તરફ તાલુકા પંચાયતમાં હાલ 22 પૈકી 11 સભ્યો કોગ્રેસના અને 11 સભ્યો ભાજપના હોવાથી પ્રમુખ કોણ બનશે તે મામલે હાલની સ્થિતિએ રાજકારણ ગરમાયુ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આગામી 9/9/2020ના રોજ ચૂંટણી પંચના જાહેરનામાં પ્રમાણે તાલુકા પંચાયતના અધિકારી અને ચૂંટણી અધિકારીની હાજરીમાં દિયોદર તાલુકા પ્રમુખ માટે ચૂંટણી યોજાશે. આ તરફ હાલ બન્ને પક્ષોના કાર્યકરો અને નેતાઓ પોતપોતાના પક્ષના પ્રમુખ ચૂંટાય આવે એ માટે ગુજરાત બહાર પ્રવાસમાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તાલુકાના ચૂંટાયેલા સભ્યો સરખા ભાગે હોય હવે ક્યા પાર્ટીના ઉમેદવાર નવા પ્રમુખ બને છે એ દિયોદરની પ્રજા રાહ જોઇ રહી છે.