રીપોર્ટ@ડીસા: ભેળસેળની ચીજવસ્તુઓનું એપી સેન્ટર, ખરીદી પુર્વે ચકાસજો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠાનું ડીસા માત્ર જીલ્લાનું જ નહિ પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતનું ભેળસેળની ચીજવસ્તુ માટેનું એપી સેન્ટર બન્યુ છે. શુધ્ધ ગોળ, ઘી, તેલ સહિતની કરિયાણાંની ચીજવસ્તુઓનું બજાર કબજે કરવા ભેળસેળનો સમાંતર ધંધો ઉભો થયો છે. શુધ્ધ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ સામે ભેળસેળ કરી નવા બ્રાન્ડ સાથે બજારમાં ઉતારવામાં આવે છે. ગ્રાહકોએ ચીજવસ્તુ ખરીદતાં પુર્વે
 
રીપોર્ટ@ડીસા: ભેળસેળની ચીજવસ્તુઓનું એપી સેન્ટર, ખરીદી પુર્વે ચકાસજો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠાનું ડીસા માત્ર જીલ્લાનું જ નહિ પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતનું ભેળસેળની ચીજવસ્તુ માટેનું એપી સેન્ટર બન્યુ છે. શુધ્ધ ગોળ, ઘી, તેલ સહિતની કરિયાણાંની ચીજવસ્તુઓનું બજાર કબજે કરવા ભેળસેળનો સમાંતર ધંધો ઉભો થયો છે. શુધ્ધ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ સામે ભેળસેળ કરી નવા બ્રાન્ડ સાથે બજારમાં ઉતારવામાં આવે છે. ગ્રાહકોએ ચીજવસ્તુ ખરીદતાં પુર્વે અત્યંત કાળજી રાખવાની નોબત બની છે. આવી સ્થિતિમાં બનાસકાંઠા ફુડ એન્ડ ડ્રગ્સની ભુમિકા સામે અનેક સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં શુધ્ધ ખાદ્ય ચીજવસ્તુ સામે ભેળસેળની વસ્તુનું બજાર ઉભુ થઇ ગયુ છે. ડીસાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ભેળસેળયુક્ત ગોળ, ઘી અને તેલ સહિતની કરિયાણાની વસ્તુઓમાં મિલાવટ કરી રૂપાળાં પેકિંગ અને બ્રાન્ડ સાથે વેચાણ થઇ રહ્યુ છે. શુધ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ કિંમતમાં મોંઘી પડતી હોઇ વેચાણમાં ઘટાડો અને કમિશન પણ નજીવુ મળતુ હોઇ મિલાવટખોરોએ નવિન તરકીબ અજમાવી બજારનો મોટોભાગ કબજે કરવા જનઆરોગ્યની સોદાબાજી સ્વિકારી છે.

રીપોર્ટ@ડીસા: ભેળસેળની ચીજવસ્તુઓનું એપી સેન્ટર, ખરીદી પુર્વે ચકાસજો
File Photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ડીસા પંથકમાં જ કરિયાણાની અનેક વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ કરી બજારમાં મુકવાના યુનિટો ધમધમી રહ્યા છે. આવા ઉત્પાદકો શુધ્ધ ગોળ-ઘી અને તેલમાં મિલાવટ કરી નવા જ પેકિંગમાં તૈયાર કરે છે. જેનાથી કોઇપણ ખાદ્ય ચીજવસ્તુ પ્રતિ કિલોએ શુધ્ધ વસ્તુ સામે નીચા ભાવે પડતરમાં આવે છે. આ પછી મિલાવટ કરેલ ચીજવસ્તુ આકર્ષક પેકિંગ સાથે ગ્રામ્ય બજારમાં ઉતારવામાં આવે છે. જેનાથી મિલાવટખોર ઉત્પાદકોને મોટુ ગ્રામ્ય બજાર મળતાં નફાનું ધોરણ ઉંચુ આવી જાય છે.

રીપોર્ટ@ડીસા: ભેળસેળની ચીજવસ્તુઓનું એપી સેન્ટર, ખરીદી પુર્વે ચકાસજો

સમગ્ર મામલે બનાસકાંઠા ફુડ એન્ડ ડ્રગ્સ એકમ છેલ્લા કેટલાક સમયથી ગંભીર સવાલોમાં છે. જાગૃત લોકોની રજૂઆત દરમ્યાન એકાદ બે સ્થળોએ તપાસ કર્યા બાદ ગણતરીના દિવસો પુરતા મિલાવટખોરો ભૂગર્ભમાં જતા રહે છે. ફરીથી ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ અને તેમાં પણ ખાસ કરીને ગોળ-ઘી અને તેલનું ઉત્પાદન શરૂ કરે છે. મિલાવટખોરો સામે ફુડ એન્ડ ડ્રગ્સની શંકાસ્પદ ભુમિકાને પગલે ડીસા અને બનાસકાંઠા જનઆરોગ્ય સામે ખરીદીમાં ચેતવણી રાખવી પડે તેવી નોબત બની છે.