રીપોર્ટ@ધાનેરા: તાલીમ કાર્યક્રમમાં મહિલા પ્રમુખને બદલે પતિએ સ્થાન લીધું

અટલ સમાચાર, ધાનેરા ધાનેરા તાલુકા પંચાયતમાં સરકારી કાર્યક્રમને લઇ નવો વિવાદ સામે આવ્યો છે. મહિલા પ્રમુખના પતિએ સરકારી કાર્યક્રમમાં પ્રમુખ તરીકેનું અધ્યક્ષ પદ શોભાવ્યુ હોવાનું સામે આવ્યુ છે. કાર્યક્રમમાં પ્રમુખના સ્થાને તેમના પતિ બેસતા સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા છે. સ્થાનિકોમાં તાલુકા-જીલ્લા પંચાયત કે અન્ય કોઇ વહીવટી જગ્યાએ મહિલા અનામત માત્ર નામ પૂરતી બની હોવાની
 
રીપોર્ટ@ધાનેરા: તાલીમ કાર્યક્રમમાં મહિલા પ્રમુખને બદલે પતિએ સ્થાન લીધું

અટલ સમાચાર, ધાનેરા

ધાનેરા તાલુકા પંચાયતમાં સરકારી કાર્યક્રમને લઇ નવો વિવાદ સામે આવ્યો છે. મહિલા પ્રમુખના પતિએ સરકારી કાર્યક્રમમાં પ્રમુખ તરીકેનું અધ્યક્ષ પદ શોભાવ્યુ હોવાનું સામે આવ્યુ છે. કાર્યક્રમમાં પ્રમુખના સ્થાને તેમના પતિ બેસતા સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા છે. સ્થાનિકોમાં તાલુકા-જીલ્લા પંચાયત કે અન્ય કોઇ વહીવટી જગ્યાએ મહિલા અનામત માત્ર નામ પૂરતી બની હોવાની ચર્ચાએ જોર પક્ડયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@ધાનેરા: તાલીમ કાર્યક્રમમાં મહિલા પ્રમુખને બદલે પતિએ સ્થાન લીધું

બનાસકાંઠા જીલ્લાની ધાનેરા તાલુકા પંચાયતમાં ગઇકાલે તાલીમ શિબીર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તાલુકા પંચાયતનો કાર્યક્રમ હોય એટલે સ્વાભાવિક છે કે, પ્રમુખ અધ્યક્ષ તરીકે જ હોય છે. પરંતુ અહિ પંચાયત પ્રમુખ દક્ષાબેન પટેલની જગ્યાએ તેમના પતિ દિનેશ પટેલ પ્રમુખની ખુરશીમાં બેસી જતાં લોકો ચોંકી ગયા હતા. આ ફોટો સહિતની વિગતો પ્રમુખના પતિએ સોશિયલ મિડીયામાં મુકતા આ ફોટો વાયરલ થયા હતા. જેમાં મહિલા પ્રમુખના પતિ જ બધો વહીવટ કરતા હોવાના મેસજો સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે.

રીપોર્ટ@ધાનેરા: તાલીમ કાર્યક્રમમાં મહિલા પ્રમુખને બદલે પતિએ સ્થાન લીધું

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગઇકાલે સુજલ અને સ્વચ્છ ગામ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલા પ્રમુખની જગ્યાએ તેમના પતિએ અધ્યક્ષપદ શોભાવતા અનેક સવાલો ઉભા થયા છે. શું રાજ્યમાં મહિલા અનામત માત્ર નામ પૂરતી છે ? શું દરેક જગ્યાએ મહિલા હોદ્દેદારોના પતિ કે અન્ય કોઇ પરિવારજન વહીવટ કરે છે ? શું સરકારની મહિલા સશક્તિકરણની વાતો માત્ર કાગળ ઉપર જ છે ? આવા અનેક સવાલોથી પંચાયત સહિત વહીવટી આલમમાં ગરમાવો આવી ગયો છે.

રીપોર્ટ@ધાનેરા: તાલીમ કાર્યક્રમમાં મહિલા પ્રમુખને બદલે પતિએ સ્થાન લીધું