રીપોર્ટ@ધનસુરા: સેક્રેટરીએ બારોબાર 72 લાખની લોન ઘરભેગી કરી, 21 ખેડૂતોને દેવામાં ડૂબાડ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ધનસુરા ધનસુરા તાલુકામાં અત્યંત ચોંકાવનારી ભ્રષ્ટાચારની ઘટના સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. સેવા સહકારી મંડળીના સેક્રેટરીએ બારોબાર ખેડૂતોના નામે ધિરાણ ઉપાડી ઘરભેગું કર્યુ હતુ. કેટલાંક સમય બાદ પીડિત ખેડૂતો અને મંડળીના સત્તાધિશોને ધ્યાને આવતાં પગતળે જમીન ખસી ગયાનો ઘાટ બન્યો છે. 72 લાખની વધુનું પાકધિરાણ ઉપાડી 21 ખેડૂતોને દેવાના
 
રીપોર્ટ@ધનસુરા: સેક્રેટરીએ બારોબાર 72 લાખની લોન ઘરભેગી કરી, 21 ખેડૂતોને દેવામાં ડૂબાડ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ધનસુરા

ધનસુરા તાલુકામાં અત્યંત ચોંકાવનારી ભ્રષ્ટાચારની ઘટના સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. સેવા સહકારી મંડળીના સેક્રેટરીએ બારોબાર ખેડૂતોના નામે ધિરાણ ઉપાડી ઘરભેગું કર્યુ હતુ. કેટલાંક સમય બાદ પીડિત ખેડૂતો અને મંડળીના સત્તાધિશોને ધ્યાને આવતાં પગતળે જમીન ખસી ગયાનો ઘાટ બન્યો છે. 72 લાખની વધુનું પાકધિરાણ ઉપાડી 21 ખેડૂતોને દેવાના બોજ તળે ધકેલી દીધાની વિગતો સામે આવતાં દોડધામ મચી ગઇ છે. સમગ્ર મામલે મંડળીના હાલના ચેરમેને તત્કાલિન સેક્રેટરી વિરૂધ્ધ ધનસુરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં તપાસ શરૂ થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@ધનસુરા: સેક્રેટરીએ બારોબાર 72 લાખની લોન ઘરભેગી કરી, 21 ખેડૂતોને દેવામાં ડૂબાડ્યાં

અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકામાં ધી લાલુકંપા ગ્રુપ સેવા સહકારી મંડળી લીમીટડ આવેલી છે. જેમાં અગાઉ એપ્રિલ 2015થી માર્ચ 2017 દરમ્યાન મોટાપાયે ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કારસો રચાઇ ગયો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

રીપોર્ટ@ધનસુરા: સેક્રેટરીએ બારોબાર 72 લાખની લોન ઘરભેગી કરી, 21 ખેડૂતોને દેવામાં ડૂબાડ્યાં

જે તે વખતના મંડળીના સેક્રેટરી હીરાલાલ કરશનભાઈ પટેલે ખેડૂતોના નામે બારોબાર સાબરકાંઠા જીલ્લા સહકારી બેંકની આકરૂન્દ શાખામાંથી પાકધિરાણ ઉપાડી લીધુ હતુ. જેનો ખુલાસો ઓડીટ રીપોર્ટમાં થતાં જીલ્લા રજીસ્ટ્રાર દ્રારા તપાસ થઇ હતી. જેમાં ઓડીટર દ્રારા ખુલાસો થયો હતો કે, કુલ-21 ખેડુત ખાતેદારોની બાકી નીકળેલ રકમ અને તેઓ દ્વારા નહીં ભરાયેલ રકમમાં મોટાપાયે વિસંગતતા જોવા મળતાં મંડળીના સત્તાધિશો ચોંકી ગયા હતા.

રીપોર્ટ@ધનસુરા: સેક્રેટરીએ બારોબાર 72 લાખની લોન ઘરભેગી કરી, 21 ખેડૂતોને દેવામાં ડૂબાડ્યાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સમગ્ર મામલે ગંભીરતાથી લઇ તપાસ કરતાં સેક્રેટરી હીરાભાઈ પટેલે પાકધિરાણ મંજુર ન હોવા છતાં તા.28/02/2018ના રોજ વાઉચર મુકી રેવન્યુ સ્ટેમ્પ ઉપર સહી કરી રૂ.72,18,251 જેટલી રકમ અંગત કામમાં વાપરી નાંખી હોવાનો ખુલાસો થતાં સૌથી મોટો ધ્રાસકો આવે તેવી નોબત બની હતી. આથી અરવલ્લી જીલ્લા રજીસ્ટ્રારે સેક્રેટરી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવાનો આદેશ કરતાં ચેરમેને કવાયત હાથ ધરી છે.

રીપોર્ટ@ધનસુરા: સેક્રેટરીએ બારોબાર 72 લાખની લોન ઘરભેગી કરી, 21 ખેડૂતોને દેવામાં ડૂબાડ્યાં
જાહેરાત

જોકે સેક્રેટરી હીરાભાઇએ અપીલ અરજી કરતાં સુનાવણીને અંતે ફગાવી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનાક્રમને અંતે મંડળીના હાલના ચેરમેન નંદુભાઇ છગનભાઇ પટેલે તત્કાલિન સેક્રેટરી હીરાલાલ પટેલ વિરૂધ્ધ કુલ રૂ.72,18,251ની કાયમી ઉચાપત કર્યા અંગેની ફરીયાદ દાખલ કરાવી છે. આથી ધનસુરા પોલીસે આરોપી વિરૂધ્ધ આઇપીસીની કલમ 408 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ ખેડૂત ખાતેદારો સાથે વિશ્વાસઘાત થયો

  1. પટેલ શશીકાંત શાંતીલાલ, 2,14,000
  2. ચમાર ખેગારભાઈ દાનાભાઈ, રૂ.2,19,102
  3. દેસાઈ મફતભાઈ હરીભાઈ, રૂ.1,83,370
  4. દેસાઈ રમેશભાઈ નવગણભાઈ, રૂ.3,82,042
  5. દેસાઈ માલાભાઈ વિસાભાઈ, રૂ.1,59,646
  6. દેસાઈ જાયમલભાઈ રામજીભાઈ, રૂ.1,63,063
  7. દેસાઈ નાગજીભાઈ વિશાભાઈ, રૂ.4,59,948
  8. દેસાઈ ઓધારભાઈ મફતભાઈ, રૂ.3,85,882
  9. ચમાર જેઠાભાઈ કાળાભાઈ, રૂ.41,802
  10. દેસાઈ જામાભાઈ કરશનભાઈ, રૂ.90,063
  11. પટેલ પ્રવિણભાઈ કાનજીભાઈ, રૂ.3,30,313
  12. દેસાઈ બાબરભાઈ વિશાભાઈ, રૂ.2,78,469
  13. દેસાઈ રામજીભાઈ ગાંડાભાઈ, રૂ.3,56,412
  14. પટેલ હીતેન્દ્રભાઈ રમણભાઈ, રૂ.2,11,914
  15. પટેલ શાંતીલાલ રમણભાઈ, રૂ.2,11,791
  16. હરીજન દેવાભાઈ દાનાભાઈ, રૂ.3,93,213
  17. દેસાઈ માલાભાઈ જાયમલભાઈ રૂ.,5,76,789
  18. પટેલ વિજયભાઈ અંબાલાલ, રૂ.2,36,320
  19. પટેલ જ્યંતીભાઈ કાનજીભાઈ, રૂ.5,76,789
  20. પટેલ હીરાભાઈ કરશનભાઈ, રૂ.11,0,0580
  21. પટેલ નિલેશભાઈ હીરાભાઈ, રૂ.6,40,202
    કુલ રૂ.72,18,251