રિપોર્ટ@ડીસા: પ્રમુખ રજા ઉપર ઉતર્યા, નારાજ સભ્યોએ રાજીનામા પાછાં લીધાં

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) ડીસા પાલિકામાં સત્તાધિન ભાજપી નગરસેવકોના આંતરિક ટકરાવ વચ્ચે વળાંક આવ્યો છે. પ્રમુખ અનિશ્ચિત મુદ્દતની રજા ઉપર જતાં અને કેટલાંક આશ્વાસન મળતાં નારાજ કોર્પોરેટરોએ રાજીનામા પરત લીધા છે. બપોરે મળેલી બેઠકમાં વચગાળાનો રસ્તો કાઢી શહેર ભાજપે નગરસેવકોને મનાવી લીધા હોવાનું સામે આવ્યું છે. આ દરમ્યાન સૌથી મોટી વાત પાલિકા પ્રમુખને રજા
 
રિપોર્ટ@ડીસા: પ્રમુખ રજા ઉપર ઉતર્યા, નારાજ સભ્યોએ રાજીનામા પાછાં લીધાં

 અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા પાલિકામાં સત્તાધિન ભાજપી નગરસેવકોના આંતરિક ટકરાવ વચ્ચે વળાંક આવ્યો છે. પ્રમુખ અનિશ્ચિત મુદ્દતની રજા ઉપર જતાં અને કેટલાંક આશ્વાસન મળતાં નારાજ કોર્પોરેટરોએ રાજીનામા પરત લીધા છે. બપોરે મળેલી બેઠકમાં વચગાળાનો રસ્તો કાઢી શહેર ભાજપે નગરસેવકોને મનાવી લીધા હોવાનું સામે આવ્યું છે. આ દરમ્યાન સૌથી મોટી વાત પાલિકા પ્રમુખને રજા ઉપર જવા આદેશ થયો કે સ્વયં નિર્ણય કર્યો તેને લઈ રાજકીય વાતાવરણ ગરમાયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકામાં નારાજ 13 ભાજપી નગરસેવકોને લઈ મંથન કરવા મજબૂર કરતી વાત સામે આવી છે. પ્રમુખ શિલ્પાબેન માળીના વલણથી નારાજ સભ્યોએ કમિટી ચેરમેન પદેથી રાજીનામા આપ્યા હતા. પ્રમુખ કે ચીફ ઓફિસરને બદલે પાર્ટીને રાજીનામા ધરી ભાજપ સમક્ષ નારાજગી બતાવી હતી. આથી બેઠકો અને રિપોર્ટને અંતે ભાજપે વચગાળાની રાહત મેળવી હોવાની સ્થિતિ બની છે. આજે એક તરફ નારાજ સભ્યો સાથે ભાજપે બેઠક કરી તો સાથે પ્રમુખ અનિશ્ચિત મુદ્દતની રજા ઉપર ઉતરી ગયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રમુખ શિલ્પાબેન માળી રજા ઉપર ગયા બાબતે ભાજપ મોવડી મંડળની સુચના હોવાની ચર્ચા છે. જ્યારે બીજી તરફ નારાજ સભ્યોને અન્ય કેટલીક ખાત્રી આપતાં કમિટી ચેરમેન પદેથી અગાઉ આપેલા રાજીનામા પાછાં લીધાં છે. સમગ્ર ઘટનાક્રમથી સભ્યોની જીત કે વચલો રસ્તો તે બાબતે દાવા થઈ શકે તેવી સ્થિતિ બની છે. ઉલ્લેખનીય છે કે, પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ કાંતિલાલ સોનીને મળ્યો છે.