રીપોર્ટ@દિયોદર: ગામમાં 3 કોરોના કેસ છતાં કાળજી સામે સ્થિતિ બેફામ

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરોFacebookTwitterPinterestEmailLinkedInWhatsAppઅટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિયોદર પંથકમાં કોરોનાના 3 કેસ આવ્યા બાદ પણ કાળજી સામેની સ્થિતી બેફામ બની હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. આજે દિયોદરની બજારોમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજીયા ઉડાવતા જોવા મળ્યા હતા. બજારોમાં લોકો
 
રીપોર્ટ@દિયોદર: ગામમાં 3 કોરોના કેસ છતાં કાળજી સામે સ્થિતિ બેફામ
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદર પંથકમાં કોરોનાના 3 કેસ આવ્યા બાદ પણ કાળજી સામેની સ્થિતી બેફામ બની હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. આજે દિયોદરની બજારોમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજીયા ઉડાવતા જોવા મળ્યા હતા. બજારોમાં લોકો દુકાનોમાં અને લારી-ગલ્લાં પર માસ્ક પહેર્યા વગર ખરીદી કરતા જોવા મળ્યા હતા. દીયોદર પંથકમાં લોકોની બેકાળજીને કારણે નવા કેસ નોંધાય તો નવાઇ નહી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@દિયોદર: ગામમાં 3 કોરોના કેસ છતાં કાળજી સામે સ્થિતિ બેફામ

બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં લોકડાઉન વચ્ચે લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા છે. આજે બજારમાં લોકોની ભારે ભીડ વચ્ચે જાણે કોરોનાનો કોઇ ડર જ ના રહ્યો હોય તેમ લોકો માસ્ક વગર અટલ સમાચારના કેમેરામાં કેદ થઇ ગયા હતા. નોંધનિય છે કે, દિયોદરમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા છે. પરંતુ લોકોમાં જાગૃતિના અભાવને કારણે બીજા કેસ નોંધાઇ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.

રીપોર્ટ@દિયોદર: ગામમાં 3 કોરોના કેસ છતાં કાળજી સામે સ્થિતિ બેફામ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, દિયોદરમાં કોરોનાના ટોટલ 203 સેમ્પલ લેવાયા બાદ 3 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હતા. જોકે સારવારને અંતે 2 લોકો સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હતી. હાલ દિયોદરમાં માત્ર 1 જ કેસ એક્ટિવ છે. પરંતુ બજારોના દ્રશ્યો સામે આવ્યા બાદ કોરોનાના નવા કેસ નોંધાઇ શકવાની સંભાવના નકારી શકાય નહી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો