રિપોર્ટઃ આ કારણથી દેશમાં દોઢ કરોડ બાળકો અને કિશોરોમાં નશાની લત લાગી

અટલ સમાચાર, ડેસ્ક ભારત સરકારે જણાવ્યું છે કે દેશમાં બાળકોમાં નશાની લત એક મોટી સમસ્યા બની ગઈ છે. સર્વેમાં સામે આવ્યું છે કે 10થી 17 વર્ષના વયજૂથના લગભગ 1.48 કરોડ બાળકો અને કિશોરો આલ્કોહોલ, અફીણ, કોકીન, ભાંગ સહિત જાત જાતના નશીલા પદાર્થોનું સેવન કરે છે. મંત્રાલયે આ અંગે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટમાં વિવિધ
 
રિપોર્ટઃ આ કારણથી દેશમાં દોઢ કરોડ બાળકો અને કિશોરોમાં નશાની લત લાગી

અટલ સમાચાર, ડેસ્ક

ભારત સરકારે જણાવ્યું છે કે દેશમાં બાળકોમાં નશાની લત એક મોટી સમસ્યા બની ગઈ છે. સર્વેમાં સામે આવ્યું છે કે 10થી 17 વર્ષના વયજૂથના લગભગ 1.48 કરોડ બાળકો અને કિશોરો આલ્કોહોલ, અફીણ, કોકીન, ભાંગ સહિત જાત જાતના નશીલા પદાર્થોનું સેવન કરે છે. મંત્રાલયે આ અંગે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટમાં વિવિધ નશીલા પદાર્થોનો પ્રયોગ કરનારા 10થી 75 વર્ષના વયજૂથમાં ભારતની જનસંખ્યા રશિયો અને નશીલા પદાર્થોના ઉપયોગથી પેદા થતી વિકૃતિઓ સંદર્ભે તારણો રજુ કરાયા છે. તેની વિગતો હાલમાં જ લોકસભામાં રજુ કરાઈ હતી. 20 સપ્ટેમ્બરના રોજ રાજીવ પ્રતાપ રૂડીના પ્રશ્નના લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રતનલાલ કટારિયાએ આ વિગતો આપી.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કિશોર અવસ્થામાં પહોંચતા સુધીમાં તો બાળકો ખુબ આક્રમક બની જાય છે. હકીકતમાં મોટા પાયે કિશોરો કોઈને કોઈ નશાની ચુંગલમાં સપડાયેલા છે. જેનું એક કારણ બાળકોને ભાવનાત્મક સપોર્ટ ન મળવો પણ છે. અનેકવાર ઘરમાં બાળકોને માતા પિતાનો પ્રેમ, હૂંફ ન મળતા તેઓ નશા તરફ ધકેલાય છે. બીજી બાજુ તેમનું મોટા થવાની પ્રવૃત્તિ અને માનસિક દબાણ પણ ઝડપથી વધી રહ્યા છે. જેને કારણે તેઓ નશાની ચુંગલમાં સપડાઈ રહ્યા છે. મોટાભાગે જોવા મળ્યુ છે કે ઘર પરિવારમાં કોઈ ને કોઈ વ્યક્તિ નશો કરતો હોય છે અને આવી સ્થિતિમાં કિશોરો પણ નશામાં સપડાતા હોય છે.

રિપોર્ટઃ આ કારણથી દેશમાં દોઢ કરોડ બાળકો અને કિશોરોમાં નશાની લત લાગી
જાહેરાત

આ સર્વે આજકાલનો નહીં પરંતુ બે વર્ષ પહેલાનો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયએ વર્ષ 2018 દરમિયાન દેશમાં નશીલા પદાર્થોના પ્રયોગની સીમા અને સ્વરૂપ સંબંધે રાજ્યવાર વિગતો ભેગી કરવા માટે એક રાષ્ટ્રીય સર્વેક્ષણ કરાવ્યો હતો. આ બાજુ 10થી 17 વર્ષના વયજૂથમાં અંદાજે 40 લાખ બાળકો અને કિશોરો અફીણનો નશો કરે છે. આ વયજૂથમાં ભાંગનો નશો કરનારા લોકોની સંખ્યા 20 લાખ છે. સર્વે મુજબ અંદાજે 50 લાખ બાળકો અને કિશોરો ઉત્તેજક પદાર્થો તથા સૂંઘીને કે કશ દવારા લેનારા માદક પદાર્થોનું સેવન કરે છે. જ્યારે બે લાખ બાળકો કોકિન અને ચાર લાખ બાળકો ઉત્તેજના પેદા કરનારા પદાર્થોનું સેવન કરે છે.