રીપોર્ટ@ગાંધીનગર: વિસ્તૃત માહીતીને મર્યાદામાં બાંધી દેતાં ચોંક્યાં, આયોગના નિર્ણય સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક માંડલ તાલુકાના ગામેથી રાજ્ય માહીતી આયોગને ફરીયાદ થઇ હતી. સ્થાનિક કચેરી અને તેના અપીલ અધિકારી દ્રારા પણ માહીતીનો અસંતોષ થતાં અરજદારે ગાંધીનગર રજૂઆત કરી હતી. જેમાં ગુજરાત માહીતી આયોગે ગોઠવેલી સુનાવણીમાં જે નિર્ણય થયો તેને લઇ ચોંકાવનારી સ્થિતિ બની છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો અજરદારે માંગેલી
 
રીપોર્ટ@ગાંધીનગર: વિસ્તૃત માહીતીને મર્યાદામાં બાંધી દેતાં ચોંક્યાં, આયોગના નિર્ણય સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

માંડલ તાલુકાના ગામેથી રાજ્ય માહીતી આયોગને ફરીયાદ થઇ હતી. સ્થાનિક કચેરી અને તેના અપીલ અધિકારી દ્રારા પણ માહીતીનો અસંતોષ થતાં અરજદારે ગાંધીનગર રજૂઆત કરી હતી. જેમાં ગુજરાત માહીતી આયોગે ગોઠવેલી સુનાવણીમાં જે નિર્ણય થયો તેને લઇ ચોંકાવનારી સ્થિતિ બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અજરદારે માંગેલી માહીતી વિસ્તૃત હોઇ સરકારી મશીનરીને અસર ન થાય તેનો આધાર લઇ નિર્ણય થયો છે. વિસ્તૃત માહીતી આપવા સામે આયોગે મર્યાદામાં બાંધી દેતાં દોડધામ મચી ગઇ છે. માત્ર 200 પેજ પુરતી માહીતી આપવાનો હુકમ થતાં અરજદારે રાજ્યપાલને ફરીયાદ કરી છે.

રીપોર્ટ@ગાંધીનગર: વિસ્તૃત માહીતીને મર્યાદામાં બાંધી દેતાં ચોંક્યાં, આયોગના નિર્ણય સામે ફરીયાદ

અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના માંડલ ગામના ફંગાત મહંમદભાઇએ જાન્યુઆરી 2020માં માહીતી અરજી કરી હતી. જેમાં માંડલ ગ્રામ પંચાયત દ્રારા થયેલ ખર્ચ અને વહીવટ પારદર્શક ન હોવાની આશંકામાં રેકર્ડ મેળવવાં માહીતી અરજી કરી હતી. જેમાં માંડલ ગ્રામ પંચાયતે માહીતી નહીં આપતાં અરજદારે ટીડીઓ સમક્ષ અપીલ કરી હતી. અપીલ અરજીની સુનાવણીમાં ટીડીઓએ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતને પોતાપોતાને લગતી માહીતી પુરી પાડવા હુકમ કર્યો હતો. જેમાં ગ્રામ પંચાયત દ્રારા અપુરતી અને ગેરમાર્ગે દોરનારી માહીતી હોવાનું કહી અરજદારે આયોગમાં રજૂઆત કરી હતી. આ તરફ માહીતી આયોગે અરજદારની માહીતિ મર્યાદીત કરી દેતાં ચોંકી ગયા છે.

રીપોર્ટ@ગાંધીનગર: વિસ્તૃત માહીતીને મર્યાદામાં બાંધી દેતાં ચોંક્યાં, આયોગના નિર્ણય સામે ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, માહીતી આયોગે અરજદારની બીજી અપીલ અરજીની સુનાવણીમાં કરેલ નિર્ણય સમજવા જેવો છે. જેમાં અરજદારે ચાર વર્ષની અલગ-અલગ બાબતની વિસ્તૃત માહીતી માંગી હોવાનું સ્વિકારી આ પ્રકારની માહીતી આપવાથી સરકારી મશીનરી અપ્રમાણસર વપરાઇ શકે તેવો આધારા રજુ કર્યો છે.

રીપોર્ટ@ગાંધીનગર: વિસ્તૃત માહીતીને મર્યાદામાં બાંધી દેતાં ચોંક્યાં, આયોગના નિર્ણય સામે ફરીયાદ

આવો આધાર રજૂ કરી અરજદારને ચોક્કસ માહીતી માંગવી હોય તો ફરીથી અરજી કરવા કહ્યુ છે. તેમાં પણ માત્ર 200 પાના સુધીની માહીતી આપવાનો હુકમ કરતાં અરજદારને રેકર્ડ આધારીત પારદર્શક વહીવટ તપાસવા વિકલ્પ શોધવાની નોબત આવી છે. આવી સ્થિતિમાં અરજદાર મહંમદભાઇએ છેવટે માહીતી આયોગના નિર્ણય વિરૂધ્ધ રાજ્યપાલને ફરીયાદ કરી છે.

રીપોર્ટ@ગાંધીનગર: વિસ્તૃત માહીતીને મર્યાદામાં બાંધી દેતાં ચોંક્યાં, આયોગના નિર્ણય સામે ફરીયાદ