રીપોર્ટ@ગાંધીનગર: રૂપાલની પલ્લી સામે કોરોના, વર્ષો જૂની પલ્લી માટે શ્રધ્ધા મજબૂત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે એક પછી એક તહેવારોને ગ્રહણ લાગી રહ્યુ છે. આ તરફ ગાંધીનગરના રૂપાલ ગામે નવરાત્રીમાં નોમની પલ્લીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આંતરિક સૂત્રોનું માનીએ તો આ વર્ષે કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે નવરાત્રીની જેમ પલ્લીમેળો પણ યોજાશે નહીં. પરંતુ મહાભારતકાળથી ચાલતી આ પરંપરા જળવાય
 
રીપોર્ટ@ગાંધીનગર: રૂપાલની પલ્લી સામે કોરોના, વર્ષો જૂની પલ્લી માટે શ્રધ્ધા મજબૂત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે એક પછી એક તહેવારોને ગ્રહણ લાગી રહ્યુ છે. આ તરફ ગાંધીનગરના રૂપાલ ગામે નવરાત્રીમાં નોમની પલ્લીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આંતરિક સૂત્રોનું માનીએ તો આ વર્ષે કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે નવરાત્રીની જેમ પલ્લીમેળો પણ યોજાશે નહીં. પરંતુ મહાભારતકાળથી ચાલતી આ પરંપરા જળવાય તે માટે પુર્ણ ધાર્મિકવિધી સાથે પ્રતિકાત્મક પલ્લી ગ્રામજનોની હાજરીમાં જ ગામમાં નિકળે તેવી ભક્તોની લાગણી છે. જો કે, આ બાબતે કલેક્ટર દ્વારા નિર્ણય લેવાનો બાકી છે તે પહેલા પલ્લીના વિવિધ મંડળો તથા ગ્રામજનો સાથે વહિવટીતંત્રની ખાસ બેઠક પણ બોલાવવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે દરવર્ષે નવરાત્રીની નોમની રાત્રી બાદ નિકળતી પલ્લીને લઇ સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના મહામારીને જોતાં પલ્લીની પરંપરા જળવાય અને મેળો યોજાય તે બાબતે કલેક્ટર અને ગ્રામજનો તથા પલ્લીના વિવિધ મંડળો સાથે ચર્ચા વિચારણા આગામી દિવસોમાં કરવામાં આવશે. જે બાદ કોરોનાનું સંક્રમણ વધે નહીં અથવા તો તે વખતની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરંપારાગત પ્રતિકાત્મક પલ્લી નિકાળવા અંગે નિર્ણય લેવામાં આવશે.

રીપોર્ટ@ગાંધીનગર: રૂપાલની પલ્લી સામે કોરોના, વર્ષો જૂની પલ્લી માટે શ્રધ્ધા મજબૂત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, રૂપાલની પલ્લીનો મેળો કોઇ પણ સંજોગોમાં યોજાય તેમ નથી. એટલુ જ નહીં, નવરાત્રિ દરમિયાનના દિવસોમાં ગામમાં દુકાનો પણ બંધ રાખવાની વિચારણા ચાલી રહી છે જેથી ગામમાં વધતો જતો કોરોનાનો ચેપ કાબુમાં લઇ શકાય. આ વખતે નવરાત્રીની નોમ તા.25 ઓક્ટોબરના રોજ છે ત્યારે આ નોમની મધરાત્રી બાદ પરંપરાગતરીતે એટલે કે, પુર્ણ ધાર્મિકવિધી સાથે પ્રતિકાત્મક પલ્લી ગામમાં નિકળે તે જરૂરી છે. ગામમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તથા ફરજીયાત માસ્ક સહિતના સરકારના તથા કોવિડના તમામ નિયમોનું પાલન કરીને ગામને બહારથી બ્લોક કરીને ગ્રામજનોની હાજરીમાં ગામના પરંપરાગત રૂટ પર પલ્લી વિધીવતરીતે ફરે અન ચોખ્ખાઘીનો પ્રતિકાત્મક અભિષેક પણ થાય તેવી માંગણી ઉઠી છે.