રીપોર્ટ@ગુજરાત: વેક્સિનના 10 કરોડ યુનિટ તૈયાર, 2 કે 3 દિવસમાં જથ્થો મળશે: નીતિન પટેલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત વખતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતુ કે, ભારત સરકાર તરફથી નવા વર્ષમાં આનંદના સમાચાર છે. આજ અથવા કાલ સુધીમાં વેક્સિનને મંજુરી આપી દેવામાં આવશે. આપણે ત્યાં પ્રથમ તબક્કામાં જેમને રસી આપવાની છે તે લોકોનું લીસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું
 
રીપોર્ટ@ગુજરાત: વેક્સિનના 10 કરોડ યુનિટ તૈયાર, 2 કે 3 દિવસમાં જથ્થો મળશે: નીતિન પટેલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત વખતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતુ કે, ભારત સરકાર તરફથી નવા વર્ષમાં આનંદના સમાચાર છે. આજ અથવા કાલ સુધીમાં વેક્સિનને મંજુરી આપી દેવામાં આવશે. આપણે ત્યાં પ્રથમ તબક્કામાં જેમને રસી આપવાની છે તે લોકોનું લીસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે કોરોનામાં અત્યાર સુધીમાં એક હજાર કરોડનો ખર્ચ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસી આપવામાં આવનાર છે એમાં આરોગ્ય કર્મીઓ, 60 વર્ષથી ઉપરના સીનીયર સીટીઝનો, ૬૦ વર્ષથી નચેની વય ધરાવતા ગંભીર રોગવાળા નાગરિકો અને ત્યારબાદ તબક્કાવાર સામાન્ય નાગરિકોને રસી આપવામાં આવશે. રાજ્યમાં હાલમા વેક્સિન ટ્રાયલનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે રસીકરણની મોકડ્રીલ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. વેક્સિનના 10 કરોડ યુનિટ તૈયાર છે. પત્રકારોએ કરેલા કિંમત વિશેના સવાલનો જવાબ આપતાં નીતિન પટેલે કહ્યું હતું કે સરકારે હાલમાં કોઈ કિંમત નક્કી નથી કરી, હું વિશ્વાસ આપવા માંગું છું કે, ગુજરાત સરકાર લોકો માટે વિચારી રહી છે. ગુજરાતના નાગરીકોને કોઈ ખર્ચ કરવા દીધો નથી. વેક્સિન આપવાની વાત છે ત્યારે જે શક્ય હશે એટલો ખર્ચ સરકાર કરવાની જ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાતની સૌથી મોટી હોસ્પીટલમાં હવે સ્કિન બેક બનવા જઇ રહી છે. જે માટે આજે નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. જેને લઇ આગામી દિવસોમાં આ સ્કિન બેકમાં અદ્યતન સાધનો અને સ્ટાફ દ્વારા સ્કિન બેકને લઈને કામગીરી કરવામાં આવશે. આ સ્કિન બેક સાથે રોટ્રી કલબ જોડાયેલી છે. રાજ્યમાં ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય જગ્યાએ દાઝેલા લોકોના અનેક બનાવો બનતા હોય છે જે આ માટે દર્દીઓને સારવાર દરમ્યાન અનેક વખત સ્કિનની જરૂરિયાત હોય છે. જે માટે અગાઉ અન્ય રાજ્યો અને અને મોટા શહેરમાંથી મદદ મગીને સ્કિન લેવામાં આવતી હતી. હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સરકાર અને રોટ્રી કલબ દ્વારા સ્કિન બેક શરૂ થતાં આવનારા દિવસોમાં હવે અમદાવાદમાં જ સ્કિન મળશે.જે માટે અદયત્ન લેબ અને સ્કિન સ્ટૉરેજની વ્યવસ્થા કરવામાં આવી છે.