રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 340 પોઝિટિવ, કુલ આંકડો 9932

અટલ સમાચાર, ડેસ્ક છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 340 કોરોનાના નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 9932 પર પહોંચી ગયો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યભરમાંથી કુલ 282 ડિસ્ચાર્જ થયા છે. આમ, ગુજરાતમાં ડિસ્ચાર્જ થવાનો રેટ 40.62 થયો છે. તો સાથે જ ગુજરતમાં 90
 
રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 340 પોઝિટિવ, કુલ આંકડો 9932

અટલ સમાચાર, ડેસ્ક

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 340 કોરોનાના નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 9932 પર પહોંચી ગયો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યભરમાંથી કુલ 282 ડિસ્ચાર્જ થયા છે. આમ, ગુજરાતમાં ડિસ્ચાર્જ થવાનો રેટ 40.62 થયો છે. તો સાથે જ
ગુજરતમાં 90 વર્ષના વડોદરાના એક મહિલા સારવાર લઈને ડિસ્ચાર્જ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં નવા 340 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી અમદાવાદમાં 261 ,સુરતમાં 32, વડોદરામાં 15, રાજકોટમાં 12, ગાંધીનગરમાં 11, સાબરકાંઠામાં 2, પાટણ-ગીર સોમનાથ-ખેડા-જામનગર-અરવલ્લી-મહીસાગર-સુરેન્દ્રનગરમાં 1 કેસ નવો નોંધાયો છે.

ગુજરાતમાં જિલ્લાવાઈઝ કેસ પર નજર કરીએ તો સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ગુજરાતના કોરોના રિપોર્ટ કાર્ડમાં ટોપ પર સતત ટોપ પર રહેલ અમદાવાદમાં કુસ કેસનો આંકડો 7171 થયો છે. તો વડોદરામાં 620, સુરતમાં 1015, રાજકોટમાં 78, ભાવનગરમાં 103, આણંદમાં 82, ગાંધીનગરમાં 157, પાટણમાં 35, ભરૂચમાં 32, બનાસકાંઠામાં 83, પંચમહાલમાં 68 , અરવલ્લીમાં 77, મહેસાણામાં 73, કચ્છમાં 14, બોટાદમાં 56 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કુલ કેસ : 9932
રાજ્યમાં કુલ મોત : 606
રાજ્યમાં કુલ સ્વસ્થ : 4035
નવા કેસ ક્યાં ક્યાંથી આવ્યા