રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 372 નવા નોંધાયા, કુલ કેસ 15,944

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 372 નવા દર્દીઓ નોંધાયા છે. તેની સામે આજે એક જ દિવસમાં લગભગ બમણા એટલે કે 607 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. નવા દર્દીઓકરતા સાજા થઈને ગયેલા દર્દીઓની સંખ્યા ખૂબ પ્રોત્સાહક અને નોંધપાત્ર છે. અમદાવાદમાં આજે નવા 253 કેસ નોંધાયા છે. તેની સામે આજે અમદાવાદમાં સૌથી વધુ
 
રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 372 નવા નોંધાયા, કુલ કેસ 15,944

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 372 નવા દર્દીઓ નોંધાયા છે. તેની સામે આજે એક જ દિવસમાં લગભગ બમણા એટલે કે 607 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. નવા દર્દીઓકરતા સાજા થઈને ગયેલા દર્દીઓની સંખ્યા ખૂબ પ્રોત્સાહક અને નોંધપાત્ર છે. અમદાવાદમાં આજે નવા 253 કેસ નોંધાયા છે. તેની સામે આજે અમદાવાદમાં સૌથી વધુ 468 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. આ સાથે રાજ્યમાં ગુણવત્તાસભર અને સારી સારવારના પરિણામે કુલ 8,609 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં 20 વ્યક્તિઓના કોરોનાને કારણે નિધન થયા છે. આજે અમદાવાદમાં 18 અને સુરતમાં 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 980 મૃત્યુ નોંધાયા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,72,409 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,64,312 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન છે અને 8097 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 253, સુરતમાં 45, વડોદરામાં 34, ગાંધીનગરમાં 8, મહેસાણામાં 7, છોટા ઉદેપુરમાં 7, કચ્છમાં 4 અને નવસારીમાં 2 જ્યારે બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જુનાગઢ, સુરેન્દ્રનગરમાં 1-1 નવા કેસ નોંધાયા છે. કુલ 15,944 કેસમાંથી 68 દર્દી વેન્ટીલેટર પર છે અને 6,287ની હાલત સ્થિર છે. જ્યારે અત્યાર સુધીમાં 8,609 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને 980ના મોત થયા છે.