રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 415 કેસ નોંધાયા, 29 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં 2 જૂનના સાંજે 5.00 વાગ્યા સુધી કોરોના વાયરસના 415 નવા કેસ નોંધાયા છે. અને છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 29 મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 279, સુરતમાં 58, વડોદરામાં 32સ, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 5, ભાવનગર, ભરૂચ, દાહોદમાં પ્રતિ જિલ્લામાં 4, ખેડામાં 3, પંચમહાલમાં 2, કચ્છમાં 2, સુરેન્દ્રનગરમાં
 
રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 415 કેસ નોંધાયા, 29 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં 2 જૂનના સાંજે 5.00 વાગ્યા સુધી કોરોના વાયરસના 415 નવા કેસ નોંધાયા છે. અને છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 29 મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 279, સુરતમાં 58, વડોદરામાં 32સ, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 5, ભાવનગર, ભરૂચ, દાહોદમાં પ્રતિ જિલ્લામાં 4, ખેડામાં 3, પંચમહાલમાં 2, કચ્છમાં 2, સુરેન્દ્રનગરમાં 2 અને પાટણ, બનાસકાંઠા, નર્મદા, વલસાડ અને નવસારીમાં એક એક કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 1019, સુરતમાં 32, વડોદરામાં 09, કચ્છમાં 07, અરવલ્લીમાં 03, રાજકોટમાં 02, સાબરકાંઠામાં 20, ખેડામાં 04, ગાંધીનગરમાં 02, જૂનાગઢમાં 01, વડોદરામાં 09, આણંદમાં 03, ગીરસોમનાથમાં 02. પાટણમાં 1 દર્દી સાજા થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 1114 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના કારણે 29 મોત થયા છે. જેમાં અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2, સુરત અને મહેસાણા અને જૂનાગઢમાં 1 મોત થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં 1029 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 4,646 દર્દીઓ કોરોનાના એક્ટિવ કેસ તરીકે સારવાર લઈ રહ્યા છે. આ દર્દીમાં 62 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 4584 દર્દીઓ સ્ટેબલ છે અને 11,894 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાએ 1029 લોકોના ભોગ લીધા છે.