રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 510 કેસ નોંધાયા, 34 દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસનાના કેસમાં વધારો યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 510 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 21,554 કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 34 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 343 કેસ નોંધાયા છે. રાજ્યમાં
 
રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 510 કેસ નોંધાયા, 34 દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસનાના કેસમાં વધારો યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 510 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 21,554 કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 34 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 343 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે કુલ 5464 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 69 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 5395 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 14743 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 343, સુરતમાં 73, વડોદરામાં 35, ભાવનગરમાં 8, ખેડામાં 6, રાજકોટમાં 5, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં 4-4, ગાંધીનગર, કચ્છ, જામનગર, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, મોરબીમાં 2-2, પંચમહાલ, પાટણ, છોટાઉદેપુરમાં 1-1 અને અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 34 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 26, સુરત અને અરવલ્લીમાં 2-2, જ્યારે ગાંધીનગર, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1347 થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 370 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 266, સુરતમાં 53, વડોદરામાં 14, ગાંધીનગરમાં 12, મહેસાણામાં 4, નવસારી-પોરબંદરમાં 3-3, આણંદ, જામનગર, પાટણ, સુરેન્દ્રનગરમાં 2-2, જ્યારે અમરેલી, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પંચમહાલ, રાજકોટ અને સાબરકાંઠામાં એક-એક દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.