રિપોર્ટ@ગુજરાતઃ 24 કલાકમાં નવા 549 કેસ નોંધાયા, 26ના મોત

અટલ સમાચાર, મહેસાણા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કરતાં નેગેટિવ દર્દીની સંખ્યા વધારે આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 549 નવા દર્દીઓ સંક્રમિત થયા છે પરંતુ તેની સામે 604 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં કોર્પોરેશનની રેન્જમાં નોંધાયા છે. કોર્પોરેશનની રેંજમાં અમદાવાદમાં 230 કેસ નોંધાયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
રિપોર્ટ@ગુજરાતઃ 24 કલાકમાં નવા 549 કેસ નોંધાયા, 26ના મોત

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કરતાં નેગેટિવ દર્દીની સંખ્યા વધારે આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 549 નવા દર્દીઓ સંક્રમિત થયા છે પરંતુ તેની સામે 604 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં કોર્પોરેશનની રેન્જમાં નોંધાયા છે. કોર્પોરેશનની રેંજમાં અમદાવાદમાં 230 કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશમાં 230, સુરત કોર્પોરેશનમાં 152, વડોદરા કોર્પોરેશનમાં 38, સુરત જિલ્લામાં 23, જામનગર કોર્પોરેશનમાં 11, ભરૂચમાં 11, ગાંધીનગરમાં 8, નર્મદામાં 6, અમદાવાદમાં 5, મહેસાણામાં 5, ભાવનગરમાં 5, વડોદરામાં 4, મહીસાગરમાં 4, પંચમહાલમાં 4, કચ્છમાં 4, વલસાડમાં 4, નવસારીમાં 4, ભાવનગર શહેરમાં 3, ગીરસોમનાથમાં 3. સુરેન્દ્રનગરમાં 3, ગાંધીનગર કોર્પોરેશન 2, સાબરકાંઠામાં 2, આણંદમાં 2, પાટણમાં 2, બોટાદમાં 2 છોડાઉદેપુરમાં 2, તેમજ રાજકોટ કોર્પોરેશન, જિલ્લો, અલવ્વલ્લી, ખેડા, જામનગર, દાહોદ, અમરેલીમાં 1-1 કેસ નોંધવામાં આવ્યા છે.

ગુજરાતમાં 24 કલાકમાં 26 દર્દીના નિધન થયા છે જેમાં અમદાવાદમાં 13, સુરતમાં 5, ગાંધીનગરમાં 1, સુરત જિલ્લામાં 1, ગાંધીનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 અમરેલીમાં 1 અને પાટણમાં 1 મળી કુલ 26 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 28429, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 20521, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6197.