રિપોર્ટ@ગુજરાતઃ 24 કલાકમા 735 કેસ, 17ના મોત, સુરતમા સૌથી વધુ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 735 નવા કેસ, 17 દર્દીનાં મોત થયા છે. હવે અમદાવાદ શહેર અને જિલ્લા કરતા સુરતના કેસની સંખ્યા વધી રહી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 423 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સુરત શહેરમાં 201, અમદાવાદ શહેરમાં 168, વડોદરા
 
રિપોર્ટ@ગુજરાતઃ 24 કલાકમા 735 કેસ, 17ના મોત, સુરતમા સૌથી વધુ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 735 નવા કેસ, 17 દર્દીનાં મોત થયા છે. હવે અમદાવાદ શહેર અને જિલ્લા કરતા સુરતના કેસની સંખ્યા વધી રહી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 423 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત શહેરમાં 201, અમદાવાદ શહેરમાં 168, વડોદરા શહેરમાં 55, સુરત જિલ્લામાં 40, ભાવનગર શહેરમાં 26, બનાસકાંઠામાં 24, ભરૂચમાં 18, રાજકોટ શહેરમાં 14, ગાંધીનગરમાં 13, વલસાડમાં 13, મહેસાણામાં 12, કચ્છમાં 11, વડોદરામાં 10, જૂનાગઢમાં શહેરમાં 9, ખેડામાં 9, ભાવનગરમાં 9, પંચમહાલમાં 8, સાંબરકાંઠામાં 8, નવસારીમાં 8, અમરેલીમાં 7, રાજકોટમાં 7, જૂનાગઢમાં 6, જામનગર શહેરમાં 5, સુરેન્દ્રનગરમાં 5, ગાંધીનગર શહેરમાં 4, મોરબીમાં 4, તાપીમાં 4, પાટણમાં 4, છોટાઉદેપુરમાં 3, અરવલ્લીમાં 2, મહીસાગરમાં 2, બોટાદમાં 2, ગીરસોમનાથણાં 2, જામગનરમાં 2, આણંદમાં 1 મળીને કુલ 735 કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 દર્દીનાં મોત થયા છે. જોકે, છેલ્લા ઘણાં દિવસોથી રાજ્યમાં મોતનો આંકડો 20થી નીચે રહ્યો છે અને દર્દીઓને નવજીવન આપવામાં આરોગ્યતંત્ર સફળ રહ્યુ છે ત્યારે અમદાવાદમાં 7, સુરતમાં 4, અરવલ્લીમાં 2, બનાસકાંઠામાં 1, ખેડામાં 1 અને અન્ય રાજ્યના 17 દર્દીના પણ મૃત્યુ થયા છે

સુરત શહેરમાં કોરોના વાયરસ બેકાબૂ બની રહ્યો છે ડાયમંડ ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈને ડાયમંડ ઉદ્યોગો અને હીરા બજાર એક અઠવાડિયા સુધી બંધ કરવામાં આવ્યા હતા. હવે આ ઉદ્યોગને ફરી વેગ આપવા આરોગ્યમંત્રી કુમાર કાનાણીઅને નેતાઓ તથા હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને ડાયમંડ એસોસિએશનની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી 10મી જુલાઈથી હીરાની બજાર અને ત્યારબાદ 14મી જુલાઈથી હીરાના કારખાના શરૂ કરાવવામાં આવશે