રીપોર્ટ@ગુજરાત: વિધાનસભામાં અધ્યક્ષ બાદ ઉપાધ્યક્ષ પદ પણ ભાજપ પાસે, જેઠા આહીરની વરણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ તરીકે ભાજપના નિમાબેન આચાર્યની વરણી થઇ છે. જે બાદમાં હવે ઉપાધ્યક્ષ પદ પણ ભાજપના જ ધારાસભ્યની વરણી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામ સામે હતા. આ માટે વિધાનસભા ગૃહમાં વોટીંગ કરવામાં આવ્યું હતું અને જેઠા આહીરને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જાહેર
 
રીપોર્ટ@ગુજરાત: વિધાનસભામાં અધ્યક્ષ બાદ ઉપાધ્યક્ષ પદ પણ ભાજપ પાસે, જેઠા આહીરની વરણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ તરીકે ભાજપના નિમાબેન આચાર્યની વરણી થઇ છે. જે બાદમાં હવે ઉપાધ્યક્ષ પદ પણ ભાજપના જ ધારાસભ્યની વરણી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામ સામે હતા. આ માટે વિધાનસભા ગૃહમાં વોટીંગ કરવામાં આવ્યું હતું અને જેઠા આહીરને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જાહેર કરવામાં આવ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેઠા આહીર શહેરા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. 69 વર્ષના જેઠા આહીર આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થયેલા છે અને LLB ના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ કર્યો છે. આ સાથે ગુજરાત વિધાનસભાનું અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને પદ ભાજપ પાસે રહ્યા છે. નોંધનિય છે કે, આજે જ નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિમાયા છે. તેમની સર્વાનુમતે સોમવારે વિધાનસભાના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ડો. નીમાબેન આચાર્યએ વિધાનસભા અધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું. જોકે પરંપરા મુજબ વિપક્ષે ફોર્મ ના ફરીને તેમની વરણી નિશ્ચિત કરી દીધી હતી.