રીપોર્ટ@ગુજરાત: AIMIMના સુપ્રિમો અસદુદ્દીન ઓવૈસીની 23 ફેબ્રુઆરીએ મોડાસા-ગોધરામાં જનસભા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કામાં યોજાનારા નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણીઓને લઇ રાજકીય પાર્ટી પુરજોશ સાથે પ્રચારમાં લાગી છે. આ તરફ હવે AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી 23મી ફેબ્રુઆરીના રોજ ફરીવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાજકીય સૂત્રોથી મળતી વિગતો મુજબ તેઓ આગામી 23મી ફેબ્રુઆરીએ મોડાસા-ગોધરામાં જનસભાને સંબોધશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
રીપોર્ટ@ગુજરાત: AIMIMના સુપ્રિમો અસદુદ્દીન ઓવૈસીની 23 ફેબ્રુઆરીએ મોડાસા-ગોધરામાં જનસભા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કામાં યોજાનારા નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણીઓને લઇ રાજકીય પાર્ટી પુરજોશ સાથે પ્રચારમાં લાગી છે. આ તરફ હવે AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી 23મી ફેબ્રુઆરીના રોજ ફરીવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાજકીય સૂત્રોથી મળતી વિગતો મુજબ તેઓ આગામી 23મી ફેબ્રુઆરીએ મોડાસા-ગોધરામાં જનસભાને સંબોધશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી 23મી ફેબ્રુઆરીના રોજ મોડાસા અને ગોધરામાં જનસભા કરશે. પાર્ટીના પ્રચાર-પ્રસાર માટે મોડાસામાં સાંજે 4 વાગ્યે અને ગોધરામાં રાત્રે 8 વાગ્યે જનસભામાં હાજરી આપશે. AIMIM મોડાસા અને ગોધરાની કેટલીક બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. નોંધનિય છે કે, AIMIMના ઓરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ જલીલ અને રાષ્ટ્રીય પ્રવક્તા વારીશ પઠાણ પાછલા કેટલાક દિવસોથી અમદાવાદ સહિત રાજ્યમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે.

રીપોર્ટ@ગુજરાત: AIMIMના સુપ્રિમો અસદુદ્દીન ઓવૈસીની 23 ફેબ્રુઆરીએ મોડાસા-ગોધરામાં જનસભા
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, 23મી ફેબ્રુઆરીએ ઓવૈસી ફરીવાર અમદાવાદ આવશે કે કેમ એ હજી સ્પષ્ટ નથી. અસદુદ્દીન ઓવૈસીએ ગત 7મી ફેબ્રુઆરીના રોજ રિવરફ્રન્ટ ખાતેની જનસભામાં કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ એકબીજાના મામા-ભાણેજ છે. આ સાથે ઓવૈસીએ કહ્યું હતું કે, 2002ના કોમી તોફાનો દરમ્યાન હૈદરાબાદથી 25 ડોક્ટરોને લઈને અમદાવાદની શાહઆલમ દરગાહમાં ચાલતા રિલીફ કેમ્પમાં મદદ માટે હાજરી આપી હતી.