રીપોર્ટ@ગુજરાત: વિધાનસભા સ્પિકરની તબિયત લથડી, તાત્કાલિક એન્જોપ્લાસ્ટી કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે સાંજે તબિયત લથડતાં તમને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરાયા હતા.ભારતીય જનતા પાર્ટીની ઓનલાઇન બેઠક દરમિયાન સાંજે 6.30વાગ્યે તેમની તબિયત બગડી હતી. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત સોમવારે સાંજે અચાનક ખરાબ થઇ ગઇ હતી. સોમવારે સાંજે 6-30 વાગ્યે ભારતીય જનતા પાર્ટીની ઓનલાઇન બેઠકમાં તેઓ હાજર રહ્યાં
 
રીપોર્ટ@ગુજરાત: વિધાનસભા સ્પિકરની તબિયત લથડી, તાત્કાલિક એન્જોપ્લાસ્ટી કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે સાંજે તબિયત લથડતાં તમને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરાયા હતા.ભારતીય જનતા પાર્ટીની ઓનલાઇન બેઠક દરમિયાન સાંજે 6.30વાગ્યે તેમની તબિયત બગડી હતી. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત સોમવારે સાંજે અચાનક ખરાબ થઇ ગઇ હતી. સોમવારે સાંજે 6-30 વાગ્યે ભારતીય જનતા પાર્ટીની ઓનલાઇન બેઠકમાં તેઓ હાજર રહ્યાં હતા. આ દરમ્યાન જ તેમની તબિયત ખરાબ થઇ હતી. તેમની તબિયત લથડતાં તાબડતોબ યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમને હાર્ટ સંબંધિત સમસ્યા સર્જાઇ હોવાનું સામે આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની રાત્રે એન્જોપ્લાસ્ટી કરવામાં આવી હતી. દેશભરમાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. છેલ્લા થોડા સમયમાં 10થી વધુ ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. વિધાનસભાના સત્ર દરમિયાન 10થી વધુ ઘારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલા પણ 6 ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. જેમાં બજેટસત્રમાં સૌથી પહેલા ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સંક્રમિત થયા બાદ સારવાર લઈને કોરોના નેગેટિવ આવી ચૂક્યા છે. ઉપરાંત ઘારાસભ્ય વિજય પટેલ, ભીખા બારૈયા, પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલયના નાયબ સચિવ નો કોવિડ-19નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ ક્વોરન્ટીન થયા છે.