રીપોર્ટ@ગુજરાત: કડકડતી ઠંડીની શરૂઆત, આ વિસ્તારમાં 2 દિવસ કોલ્ડવેવની આગાહી

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં હાલ કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ધીમા પગલે રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની શરુઆત થઇ ગઇ છે. દિવાળીના તહેવારોની સીઝનમાં હાલ વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે હવામાન વિભાગના જણાવ્યાં મુજબ કચ્છમાં આગામી 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. અટલ સમાચાર આપના
 
રીપોર્ટ@ગુજરાત: કડકડતી ઠંડીની શરૂઆત, આ વિસ્તારમાં 2 દિવસ કોલ્ડવેવની આગાહી

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હાલ કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ધીમા પગલે રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની શરુઆત થઇ ગઇ છે. દિવાળીના તહેવારોની સીઝનમાં હાલ વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે હવામાન વિભાગના જણાવ્યાં મુજબ કચ્છમાં આગામી 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શિયાળાની શરૂઆત થતાં રાજ્યમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. આજે વહેલી સવારે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો. અમદાવાદમાં 16 ડિગ્રી, વડોદરામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં 15 ડિગ્રી, સુરતમાં 20 ડિગ્રી અને ડિસામાં 15 ડિગ્રી, નલિયામાં 12 ડિગ્રી, ઈડરમાં 16 ડિગ્રી, પાટણમાં 15 ડિગ્રી તપામાન નોંધાયું છે.

રીપોર્ટ@ગુજરાત: કડકડતી ઠંડીની શરૂઆત, આ વિસ્તારમાં 2 દિવસ કોલ્ડવેવની આગાહી
File Photo

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, હવામાન વિભાગે આગામી 2 દિવસ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. ઠંડી વધતા મોર્નિગ વોકર્સની સંખ્યામાં વધારો થયો છે. હાલ કોરોનાના કારણે લોકો જીમના બદલે મોર્નિંગ વોકને વધુ પસંદ કરે છે. પાલનપુરમાં પણ તાપમાનનો પારો ગગડતાં પાલનપુર શહેરનું તાપમાન 15 ડિગ્રી, દાહોદનું તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે. જૂનાગઢમાં 16 ડિગ્રી, પાવાગઢમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે.અંબાજીમાં 13 ડિગ્રી, માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડતાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.