રીપોર્ટ@ગુજરાત: પ્રદેશ કોંગ્રેસને લઇ મોટા સમાચાર, પરેશ ધાનાણીના બંગલે બેઠક: સુત્ર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આજે અચાનક ગુજરાત કોંગ્રેસના નેતાઓની ખાનગી બેઠક પરેશ ધાનાણીના બંગલે મળી હતી. જેમાં અમિત ચાવડા, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ પણ હાજર રહ્યા હતા. ગતરાત્રે ગુજરાત કોંગ્રેસના નેતાઓની ખાનગી બેઠક મળી હતી. અંગત સુત્રો તરફથી મળતી વિગતો મુજબ આ બેઠકમાં જૂથવાદ ભૂલીને એક થઇ લડવાના
 
રીપોર્ટ@ગુજરાત: પ્રદેશ કોંગ્રેસને લઇ મોટા સમાચાર, પરેશ ધાનાણીના બંગલે બેઠક: સુત્ર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજે અચાનક ગુજરાત કોંગ્રેસના નેતાઓની ખાનગી બેઠક પરેશ ધાનાણીના બંગલે મળી હતી. જેમાં અમિત ચાવડા, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ પણ હાજર રહ્યા હતા. ગતરાત્રે ગુજરાત કોંગ્રેસના નેતાઓની ખાનગી બેઠક મળી હતી. અંગત સુત્રો તરફથી મળતી વિગતો મુજબ આ બેઠકમાં જૂથવાદ ભૂલીને એક થઇ લડવાના મુદ્દે ચર્ચા થઇ હોવાનું મનાઇ રહ્યુ છે. આ સાથે પ્રદેશ કોંગ્રેસે રાહુલ ગાંધી મુલાકાતનો સમય પણ માંગ્યો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત કોંગ્રેસને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના બંગલા પર ગતરાત્રે કોંગ્રેસ નેતાઓની ખાનગી બેઠક મળી હતી. આ બેઠકમાં અમિત ચાવડા, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ પણ હાજર રહ્યા હતા. નોંધનિય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર બાદ નેતાઓની બેઠક યોજાઈ હતી. ખાસ તો આ બેઠકમાં નવા પ્રદેશના નેતૃત્વ અંગે પણ થઇ ચર્ચા થઈ હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આ સાથે સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીની મુલાકાત માટે સમય માગ્યો છે. અને રાહુલ ગાંધી સાથે બેઠક બાદ ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ બદલાઈ શકે છે.