રીપોર્ટ@ગુજરાત: ભાજપ દ્વારા પ્રદેશ સંગઠનમાં 2 મહિલા સહીત નવા 3 હોદ્દેદારોની નિયુક્તિ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષની વરણી થયા બાદ સીઆર પાટીલે સમગ્ર રાજ્યમાં પ્રવાશ ખેડ્યો હતો. જ્યાર બાદ તેમને દરેક નાના મોટા કાર્યકર્તાઓને પેજ પ્રમુખ નિમવાની જાહેરાત કરી હતી. જેથી તેમની પાર્ટીમાં એક નવો ઉત્સાહ પુરાયો હતો. સીઆર પાટીલની વરણી બાદ તેમને અનેક હોદ્દાઓ પર નવા નેતાઓ નિયુક્ત કર્યા હતા. આજે તેમને
 
રીપોર્ટ@ગુજરાત: ભાજપ દ્વારા પ્રદેશ સંગઠનમાં 2 મહિલા સહીત નવા 3 હોદ્દેદારોની નિયુક્તિ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષની વરણી થયા બાદ સીઆર પાટીલે સમગ્ર રાજ્યમાં પ્રવાશ ખેડ્યો હતો. જ્યાર બાદ તેમને દરેક નાના મોટા કાર્યકર્તાઓને પેજ પ્રમુખ નિમવાની જાહેરાત કરી હતી. જેથી તેમની પાર્ટીમાં એક નવો ઉત્સાહ પુરાયો હતો. સીઆર પાટીલની વરણી બાદ તેમને અનેક હોદ્દાઓ પર નવા નેતાઓ નિયુક્ત કર્યા હતા. આજે તેમને ફરિથી નવી ટીમની જાહેરાત કરી છે. જેમાં તેમને ત્રણ હોદ્દેદારોનો વધારો કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ સીઆર પાટીલે સ્થાનીક સ્વરાજની ચુંટણીને ધ્યાને લઈ ત્રણ હોદ્દેદારો નીયુક્ત કર્યા છે. સી.આર. પાટીલે પોતાની ટીમમાં બે મહિલા હોદ્દાદારો સહિત 3ની નિમણુક કરી હતી. જેમાં  પૂર્વ ધારાસભ્ય ઉષાબેન પટેલને ઉપ પ્રમુખ, રાજકોટના  બીનાબેન આચાર્યને પ્રદેશ મંત્રી અને મહેશ મોરીને આઈટી સેલના પ્રદેશ સહ કન્વીનર બનાવાયા છે. આ પહેલા જયશ્રીબેન લીલાધરભાઈ દેસાઈને પ્રદેશ મંત્રી બનાવાયા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સીઆર પાટીલે તેમની ટીમમાં કુલ 9 મહિલાઓને સમાવેશ કર્યો છે. જેમાં અગાઉ વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની ઉપપ્રમુખ, કૌશલ્યાકુંવરબા પરમારની ઉપપ્રમુખ તરીકે, જ્યારે શિતલબેન સોની, નૌકાબેન પ્રજાપતિ, જ્હાનવીબેન મુકેશભાઈ વ્યાસ અને કૈલાશબેન અર્જુનભાઈ પરમાર ની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.