રીપોર્ટ@ગુજરાત: શપણગ્રહણની તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રીએ આપ્યો મોટો આદેશ, જાણો શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવાના છે. તે પહેલાં જ તેમણે જામનગરમાં વરસાદના કારણે ફસાયેલા લોકોને સહાય પહોંચાડવાથી માંડીને એરલીફ્ટ કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપી હતી. ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શપથ સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમીતભાઇ શાહ ઉપરાંત ગોવા,
 
રીપોર્ટ@ગુજરાત: શપણગ્રહણની તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રીએ આપ્યો મોટો આદેશ, જાણો શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવાના છે. તે પહેલાં જ તેમણે જામનગરમાં વરસાદના કારણે ફસાયેલા લોકોને સહાય પહોંચાડવાથી માંડીને એરલીફ્ટ કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપી હતી. ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શપથ સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમીતભાઇ શાહ ઉપરાંત ગોવા, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેવાના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં આજે નવા મુખ્યમંત્રીની શપથ સમારંભની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બધાની વચ્ચે રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જામનગર જિલ્લામાં વરસાદને કારણે 3 ગામો અસર પામ્યાની સાથે કેટલાક લોકો પાણીમાં ફસાયા હોવાનો સંદેશો મળ્યો હતો. તેમણે તાત્કાલિક જામનગર જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરીને વરસાદના કારણે અસર પામેલા 3 ગામોને અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી છે.