રીપોર્ટ@ગુજરાત: આજથી કોલેજો શરૂ, પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ઓફલાઇન અભ્યાસ કરી શકશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે સોમવાર એટલે આજથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પણ ઓફલાઇન અભ્યાસ શરૂ કરી શકશે. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે કોલેજોને ખોલવાનો આદેશ આપ્યો છે. વિદ્યાર્થીઓએ કોલેજોને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું પડશે. આ દરમ્યાન યુનિવર્સિટીના અધિકારી કોલેજોમાં તપાસ પણ કરશે. જેમાં બેદરકારી દાખવનાર કોલેજો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
 
રીપોર્ટ@ગુજરાત: આજથી કોલેજો શરૂ, પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ઓફલાઇન અભ્યાસ કરી શકશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સોમવાર એટલે આજથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પણ ઓફલાઇન અભ્યાસ શરૂ કરી શકશે. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે કોલેજોને ખોલવાનો આદેશ આપ્યો છે. વિદ્યાર્થીઓએ કોલેજોને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું પડશે. આ દરમ્યાન યુનિવર્સિટીના અધિકારી કોલેજોમાં તપાસ પણ કરશે. જેમાં બેદરકારી દાખવનાર કોલેજો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્ય સરકારે અત્યાર સુધી ઓનલાઇન અભ્યાસને બંધ કરવાનો આદેશ આપ્યો નથી. જે વિદ્યાર્થી કોલેજ જઇ શકતા નથી. તે ઓનલાઇન અભ્યાસ કરી શકે છે. કોલેજોમાં વિદ્યાર્થીઓના વાલીનું સહમતિ પત્ર આપવું જરૂરી નથી. વિદ્યાર્થી પોતાની ઇચ્છા અનુસાર કોલેજોમાં આવી શકે છે. જોકે કોલેજો શરૂ થયા બાદ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની ભીડ વધશે. જેને લઇ હોસ્ટેલને સારી સાફ સફાઇ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સુવિધા માટે હોસ્ટેલમાં કેન્ટીન પણ ચાલુ થઇ જશે.