રીપોર્ટ@ગુજરાત: આગામી ચૂંટણી પહેલાં કોંગ્રેસ હાઇકમાન્ડ નારાજ, મોટી કાર્યવાહી થઇ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પહેલાં જ કોંગ્રેસનું હાઇકમાન્ડ કોંગ્રેસથી નારાજ હોવાનું સામે આવ્યું કોંગ્રેસ પાર્ટીના નબળા મેનેજમેન્ટના કારણે ગુજરાતમાં બે નગરપાલિકા તો બિનહરીફ જ ભાજપના ખાતે જતી રહી છે. જ્યાં એક તરફ પંજાબમાં કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે પરંતુ ફોર્મમાં ભૂલો અને ઢીલા
 
રીપોર્ટ@ગુજરાત: આગામી ચૂંટણી પહેલાં કોંગ્રેસ હાઇકમાન્ડ નારાજ, મોટી કાર્યવાહી થઇ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પહેલાં જ કોંગ્રેસનું હાઇકમાન્ડ કોંગ્રેસથી નારાજ હોવાનું સામે આવ્યું કોંગ્રેસ પાર્ટીના નબળા મેનેજમેન્ટના કારણે ગુજરાતમાં બે નગરપાલિકા તો બિનહરીફ જ ભાજપના ખાતે જતી રહી છે. જ્યાં એક તરફ પંજાબમાં કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે પરંતુ ફોર્મમાં ભૂલો અને ઢીલા પ્રદર્શનના કારણે ગુજરાતમાં કોંગ્રેસ નેતાઓ પાછળ પડતાં દેખાઈ રહ્યા છે. ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસમાં પાર્ટી વિરૂદ્ધ કામ કરનારા નેતાઓ સામે કાર્યવાહી કરવાના સંકેત મળ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા ફોર્મમાં ભૂલો કરવામાં આવી જેના કારણે ઘણા નેતાઓના ફોર્મ રદ થઈ ગયા. આ સિવાય ઘણા નેતાઓએ ઉમેદવારી પત્ર તો ભર્યા પણ છેલ્લી ઘડીએ પરત ખેંચી લીધા અને ભાજપ માટે રસ્તો સરળ બની ગયો. આ મુદ્દે હવે હાઇકમાન્ડ દ્વારા રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે. જોકે હવે આ બધા મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ સફાળું જાગ્યું છે અને પાર્ટી વિરૂદ્ધ કામ કરનારા લોકો સામે તવાઈની શક્યતા દેખાઈ રહી છે.

રીપોર્ટ@ગુજરાત: આગામી ચૂંટણી પહેલાં કોંગ્રેસ હાઇકમાન્ડ નારાજ, મોટી કાર્યવાહી થઇ શકે
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પોતાનું એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. અગાઉ કોંગ્રેસમાં વિરૂદ્ધમાં કામ કરનારાઓનું લીસ્ટ તૈયાર હોવાનો દાવો પણ હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે કહ્યું હતું કે, પાર્ટીને બદનામ કરનારા ઘણા લોકો પાર્ટીમાં છે અને ભાજપની ખેતીને લીલીછમ રાખવાનું કામ કોંગ્રેસના જ કેટલાક ગદ્દાર નેતાઓ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસમાં ગદ્દારો કોણ છે તેની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જાણ છે અને પાર્ટી હાઇકમાન્ડ બધુ જ જાણે છે.