રીપોર્ટ@ગુજરાત: બરોડા ડેરી વિવાદમાં પાટીલના ઘરે બેઠક બાદ નિર્ણય, દૂધ ઉત્પાદકોને 27 કરોડ ચૂકવાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક બરોડા ડેરીમાં દૂધ ઉત્પાદકોના હિતો મામલે ચાલી રહેલ વિવાદમાં સુખદ સમાધાન થયાનું સામે આવ્યુ છે. આજ વહેલી સવારથી ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ઘરે ધારાસભ્યો અને ડેરીના સભાસદો વચ્ચે બેઠક યોજાઇ હતી. જોકે બેઠકોમાં ચર્ચાને અંતે ડેરીના સત્તાધિશો દ્રારા માર્ચના અંત સુધીમાં દુધ ઉત્પાદકોને 27 કરોડની ચૂકવણી કરવાનું નક્કી કરવામાં
 
રીપોર્ટ@ગુજરાત: બરોડા ડેરી વિવાદમાં પાટીલના ઘરે બેઠક બાદ નિર્ણય, દૂધ ઉત્પાદકોને 27 કરોડ ચૂકવાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બરોડા ડેરીમાં દૂધ ઉત્પાદકોના હિતો મામલે ચાલી રહેલ વિવાદમાં સુખદ સમાધાન થયાનું સામે આવ્યુ છે. આજ વહેલી સવારથી ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ઘરે ધારાસભ્યો અને ડેરીના સભાસદો વચ્ચે બેઠક યોજાઇ હતી. જોકે બેઠકોમાં ચર્ચાને અંતે ડેરીના સત્તાધિશો દ્રારા માર્ચના અંત સુધીમાં દુધ ઉત્પાદકોને 27 કરોડની ચૂકવણી કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યની બરોડા ડેરી મુદ્દે ચાલી રહેલા ધમધમાટની મડાગાંઠ ઉકેલાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા બરોડા ડેરી વિવાદમાં સુખદ સમાધાન થયું છે. આખરે દૂધ ઉત્પાદકોને હિતમાં દશેરા પર 18 કરોડ અને બાદમાં 9 કરોડની ચૂકવણીની જાહેરાત કરાઈ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. સમાધાન બાદ દિનેશ પટેલે જણાવ્યું કે, ડેરી વિવાદમાં મનદુ:ખ દૂર થયું છે. દુધ ઉત્પાદકોનું હિત સાચવવામાં આવશે. કુલ 27 કરોડ રૂપિયા માર્ચ સુધીમાં ચુકવાશે.

સમગ્ર મામલે ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતુ કે, પશુપાલકોને હિતમાં પ્રદેશ અધ્યક્ષે બેઠક કરી હતી. અમે ચાર ધારાસભ્યો અને ડેરીના સંચાલકો વચ્ચે અધ્યક્ષે મધ્યસ્થી કરી હતી. 27 કરોડ રૂપિયાની રકમ પશુપાલકોને આપવામાં આવશે. દશેરા સુધીમાં 18 કરોડ પશુપાલકોને ખાતામાં જમા થશે. માર્ચના અંત સુધીમાં વધુ 9 કરોડ જમા થશે. હું પ્રદેશ અધ્યક્ષ, ચેરમેન-વાઈસ ચેરમેનનો આભાર માનું છું.