રીપોર્ટ@ગુજરાત: ચાલુ પત્રકાર પરીષદમાં ખેડૂત નેતાઓની અટકાયત, શું કહ્યું રાકેશ ટિકૈતે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કેન્દ્ર સરકાર દ્રારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરૂધ્ધ ખેડૂતો ચારેક મહિનાથી આંદોલન કરી રહ્યા છે. આ તરફ ખેડૂત નેતા રાકેશ ટીકૈતના પ્રવાસને લઇ આજે અમદાવાદમાં ચાલુ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. ચાંદખેડા પોલીસના મત મુજબ પરમિશન વગર આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન
 
રીપોર્ટ@ગુજરાત: ચાલુ પત્રકાર પરીષદમાં ખેડૂત નેતાઓની અટકાયત, શું કહ્યું રાકેશ ટિકૈતે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્ર સરકાર દ્રારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરૂધ્ધ ખેડૂતો ચારેક મહિનાથી આંદોલન કરી રહ્યા છે. આ તરફ ખેડૂત નેતા રાકેશ ટીકૈતના પ્રવાસને લઇ આજે અમદાવાદમાં ચાલુ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. ચાંદખેડા પોલીસના મત મુજબ પરમિશન વગર આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જોકે સમગ્ર ઘટનાને લઇ રાકેશ ટિકૈતે ટ્વિટ કરી સરકાર પર પ્રહાર કરતાં કહ્યુ કે, આ ગુજરાત મોડલની હકીકત છે. નોંધનિય છે કે, આગામી 4-5 એપ્રિલે ખેડૂત નેતા રાકેશ ટીકૈત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ તેમના પ્રવાસની શરૂઆત અંબાજી દર્શન કરીને કરવાના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ શહેરના મોટેરાના તપોવન સર્કલ ખાતે સંયુક્ત કિસાન મોર્ચાના સચિવ યુદ્ધવીર આવ્યા હતા તેમની સાથે ધરતી પુત્ર ટ્રસ્ટના ગજેન્દ્ર સિંહ અને જગતાત ફાઉન્ડેશનના જે.કે.પટેલ હાજર હતા. જ્યાં પ્રેસ કોન્ફરન્સમાં દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી હતી, તે દરમ્યાન અચાનક જ ચાંદખેડા પોલીસ દ્વારા ત્રણેય આગેવાનો સહિત કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. જોકે પોલીસે અટકાયત બાદ કહ્યુ કે, પરમિશન વગર આયોજન કરવામાં આવ્યુ હતું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં ખેડૂત નેતા યુદ્ધવીર સિંહની અટકાયત મામલે રાકેશ ટિકૈતે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યુ કે, આ ઘટના જ ગુજરાત મોડલની હકીકત છે. રાકેશ ટિકૈતે ટ્વીટ કરતા કહ્યુ કે, ગુજરાતના અમદાવાદમાં ખેડૂત નેતા યુદ્ધવીર સિંહને પત્રકાર પરિષદ દરમ્યાન ધરપકડ કરવા જ ગુજરાત મૉડલની હકીકત છે. ખેડૂતોનો અવાજ દબાવી નથી શકાતો, ખેડૂતનો સંઘર્ષ હવે વધુ ઝડપી બનાવાશે.” નોંધનિય છે કે, રાકેશ ટિકૈત 4-5 એપ્રિલે ગુજરાત આવશે. રાકેશ ટિકૈત પોતાના ગુજરાત પ્રવાસ દરમ્યાન રાકેશ ટિકૈત 4 એપ્રિલે અંબાજીના દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે. રાકેશ ટિકૈત પાલનપુર ખાતે ખેડૂત સંમેલન યોજશે. આ સાથે રાકેશ ટિકૈત ઉંઝામાં ઉમિયા માતા મંદિરે દર્શન પણ કરશે અને 5 એપ્રિલે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. રાકેશ ટિકૈત 5 એપ્રિલે કરમસદના સરદાર સ્મારકની પણ મુલાકાત લેશે અને બારડોલીમાં કિસાન સંમેલન પણ સંબોધશે.