રીપોર્ટ@ગુજરાત: આ બે જીલ્લામાં ફરી એકવાર ભૂંકપના આંચકા અનુભવાયા

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં આજે બે જીલ્લાઓમાં ફરી એકવાર ભૂંકપના આંચકા આવતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ખાસ કરીને જામનગર અને કચ્છ જિલ્લામાં ભૂકંપનાં આંચકાઓ અનુભવાયા છે. ત્યારે હવે લોકોમાં કોરોના બાદ હવે ભૂકંપને લઇને ડર ફેલાઇ રહ્યો છે. જામનગરમાં ગત મોડીરાત્રે અને કચ્છમાં વહેલી સવારે ભૂંકપ આવ્યો હોવાનું સામે
 
રીપોર્ટ@ગુજરાત: આ બે જીલ્લામાં ફરી એકવાર ભૂંકપના આંચકા અનુભવાયા

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં આજે બે જીલ્લાઓમાં ફરી એકવાર ભૂંકપના આંચકા આવતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ખાસ કરીને જામનગર અને કચ્છ જિલ્લામાં ભૂકંપનાં આંચકાઓ અનુભવાયા છે. ત્યારે હવે લોકોમાં કોરોના બાદ હવે ભૂકંપને લઇને ડર ફેલાઇ રહ્યો છે. જામનગરમાં ગત મોડીરાત્રે અને કચ્છમાં વહેલી સવારે ભૂંકપ આવ્યો હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જામનગર જિલ્લામાં વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોડી રાત્રે અંદાજે 12:09 વાગ્યે જામનગરની ધરતીમાં કંપન થઇ હતી. ભૂકંપની તીવ્રતા 2.4 હોવાનુ સામે આવ્યુ છે. ભૂકંપનું કેન્દ્રબિદુ કાલાવડ તાલુકાનાં કરણા ગામે નોંધાયુ હતુ. સતત આવી રહેલા આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ તરફ કચ્છનાં ભચાઉ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 9:52 વાગ્યે આ આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.1 નોંધાઇ હતી. ભૂકંપનું એપી સેન્ટર ભચાઉથી 16 કિ.મી. દૂર નોંધાયુ હતુ. અહી પણ ભૂકંપનાં સતત ઝટકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.