રીપોર્ટ@ગુજરાત: ખેડૂતનેતા રાકેશ ટિકૈત ગાંધીઆશ્રમ પહોંચ્યાં, બારડોલીસમાં સભા સંબોધશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના આગેવાન રાકેશ ટિકૈત ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રાકેશ ટિકૈતે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ત્રણ કુષિ કાયદાના મામલે ખેડૂત સંસ્થાઓએ રાકેશ ટિકૈતને આમંત્રણ આપ્યું હતું. ત્યારે રાકેશ ટિકૈતે બનાસકાંઠા જીલ્લાની સરહદ છાપરી બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરી માતા અંબાને શિશ ઝુકાવી પોતાના
 
રીપોર્ટ@ગુજરાત: ખેડૂતનેતા રાકેશ ટિકૈત ગાંધીઆશ્રમ પહોંચ્યાં, બારડોલીસમાં સભા સંબોધશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના આગેવાન રાકેશ ટિકૈત ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રાકેશ ટિકૈતે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ત્રણ કુષિ કાયદાના મામલે ખેડૂત સંસ્થાઓએ રાકેશ ટિકૈતને આમંત્રણ આપ્યું હતું. ત્યારે રાકેશ ટિકૈતે બનાસકાંઠા જીલ્લાની સરહદ છાપરી બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરી માતા અંબાને શિશ ઝુકાવી પોતાના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. અંબાજી બાદ પાલનપુર પહોંચી રાકેશ પાલનપુરમાં ખેડુતોને સંબોધ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો તેમની સાથે જોડાયા હતા. આ તરફ આજે સવારે રાકેશ ટિકૈતે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન ટિકૈતે કહ્યું કે, ગુજરાતનો ખેડૂત સમાજ ફરીથી ઉભો થશે. આગળના સમયમાં બીજા પ્રોગ્રામ બનાવશું. અમારૂ આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલશે. ખેડૂત ફાયદામાં છે તેવું બોલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના ખેડૂત દહેશતમાં છે. ગાંધીનગરને ઘેરી ટ્રેક્ટરથી આંદોલન કરવું પડશે. ગાંધી આશ્રમની મુલાકાત બાદ કરમસદ જવા રવાના થશે.

રીપોર્ટ@ગુજરાત: ખેડૂતનેતા રાકેશ ટિકૈત ગાંધીઆશ્રમ પહોંચ્યાં, બારડોલીસમાં સભા સંબોધશે

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાકેશ ટિકૈત ગાંધી આશ્રમની મુલાકાત બાદ આજે તેઓ કરમસદ જશે, કરમસદમાં સરદાર સ્મારકની મુલાકાત લેશે. ત્યારબાદ વડોદરામાં છાણી ગુરુદ્વારામાં દર્શન કરશે. ત્યારબાદ ટિકૈત ભરૂચના જંબુસરમાં ખેડૂત સભાને સંબોધિત કરશે. અને સાંજે બારડોલીમાં ટિકૈત ખેડૂત સભાને સંબોધિત કરશે.