રીપોર્ટ@ગુજરાત: MLA પરષોત્તમ સોલંકીને 2 કેસની ફરીયાદમાં હાઇકોર્ટે આપી રાહત

અટલ સમાચાર,ડેસ્ક ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં રાજ્ય મંત્રી પરષોત્તમ સોલંકી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 1996 અને 2014માં નોંધાયેલા બે કેસની ફરિયાદ હાઈકોર્ટે રદ્દ કરી છે. ભાજપ ધારાસભ્ય પરષોત્તમ સોલંકી સામેના 1996માં નોંધાયેલા બોગસ વોટિંગના કેસ અને 2014માં નોંધાયેલા બેનામી રોકડના કેસની ફરિયાદ અને કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટે રદ્દ કરી છે. અટલ સમાચાર
 
રીપોર્ટ@ગુજરાત: MLA પરષોત્તમ સોલંકીને 2 કેસની ફરીયાદમાં હાઇકોર્ટે આપી રાહત

અટલ સમાચાર,ડેસ્ક

ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં રાજ્ય મંત્રી પરષોત્તમ સોલંકી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 1996 અને 2014માં નોંધાયેલા બે કેસની ફરિયાદ હાઈકોર્ટે રદ્દ કરી છે. ભાજપ ધારાસભ્ય પરષોત્તમ સોલંકી સામેના 1996માં નોંધાયેલા બોગસ વોટિંગના કેસ અને 2014માં નોંધાયેલા બેનામી રોકડના કેસની ફરિયાદ અને કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટે રદ્દ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રી અને ભાનવગર(ગ્રામ્ય)ના ભાજપ ધારાસભ્ય પરષોત્તમ સોલંકી સામેના 2014ની ચૂંટણી દરમિયાન રાજકોટ જિલ્લાના જસદણમાં અને 1996ની વિધાનસભઆ ચૂંટણી દરમિયાન ભાવનગરમાં નોંધાયેલા કેસ રદ કરવાની પરષોત્તમ સોલંકીની બન્ને પિટિશન જસ્ટિસ ગીતા ગોપીએ મંજૂર કરી છે. વર્ષ 1996માં વિધાનસભા ચૂંટણી દરમ્યાન પોલીસે કેમિકલની 19 બોટલ સાથે બે લોકોની ધરપકડ કરી હતી. આ કેમિકલ ચૂંટણીમાં વપરાતી શાહીને ભૂંસવા માટે ઉપયોગમાં લેવાતું હતું. બન્ને લોકોએ પરષોત્તમ સોલંકીના એજન્ટે હોવાની કબુલાત કરી હતી.

રીપોર્ટ@ગુજરાત: MLA પરષોત્તમ સોલંકીને 2 કેસની ફરીયાદમાં હાઇકોર્ટે આપી રાહત
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બાદમાં આ કેસમાં વર્ષ 2016માં મેજિસ્ટ્રેટ કોર્ટ વોરંટ પણ જારી કર્યુ હતું. જોકે આ કેસ હાઈકોર્ટે રદ્દ કર્યો અને આદેશમાં કોર્ટે નોંધ્યું કે, મેજિસ્ટ્રેરિયલ કોર્ટ સમક્ષ ઓથોરિટી દ્વારા કોઇ લેખિત ફરિયાદ ન કરવામાં આવે ત્યાં સુધી કોર્ટ પોતાની રીતે આમ સંજ્ઞાન લઇ શકે નહીં. જેથી કોર્ટનો આ આદેશ કાયદા અને પ્રસ્થાપિત સિદ્ધાંતોની દ્રષ્ટિએ ક્ષતિપૂર્ણ હોવાથી પોલીસ ફરિયાદ અને કાર્યવાહી રદ્દ કરવામાં આવે છે.

નોંધનિય છે કે, આ પિટિશન રદ્દ કરવા માટે અરજી સમયે કહેવામાં આવ્યું કે, કેસમાં પોલીસે આપેલા રિપોર્ટ સામે ચૂંટણી અધિકારીએ કોઈ વાંધો ઉઠાવ્યો નથી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી કહ્યું કે, આ રોકડનો ઉપયોગ લાંચ માટે થવાનો છે તેવા માત્ર અનુમાનના આધારે કાર્યવાહી શરૂ થઇ છે. જેથી કેસનું મૂલ્યાંકન કરતા લાંચનો કેસ બનતો નથી.