રીપોર્ટ@ગુજરાત: દિવાળી બાદ કોલેજો અને ધો-9થી 12ની શાળાઓ શરૂ કરવા SOP માટે સુચના

અટલ સમાચાર,ડેસ્ક દિવાળી બાદ શાળા અને કોલેજ શરૂ કરવા અંગે ગુજરાત સરકાર દ્વારા મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્રારા શાળા અને કોલેજ એકસાથે શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. પરંતુ પ્રાથમિક સ્કૂલો ખોલવામાં આવશે કે નહિ તે નક્કી નથી. દિવાળીના વેકેશન બાદ પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 નું શૈક્ષણિક કાર્ય શરૂ
 
રીપોર્ટ@ગુજરાત: દિવાળી બાદ કોલેજો અને ધો-9થી 12ની શાળાઓ શરૂ કરવા SOP માટે સુચના

અટલ સમાચાર,ડેસ્ક

દિવાળી બાદ શાળા અને કોલેજ શરૂ કરવા અંગે ગુજરાત સરકાર દ્વારા મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્રારા શાળા અને કોલેજ એકસાથે શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. પરંતુ પ્રાથમિક સ્કૂલો ખોલવામાં આવશે કે નહિ તે નક્કી નથી. દિવાળીના વેકેશન બાદ પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી શકે છે. અંગે અધિકારીઓને એસઓપી તૈયાર કરવા માટે સૂચના આપી દેવાઈ છે. આરોગ્ય વિભાગના માર્ગદર્શન બાદ જ નિર્ણય લેવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટમાં ધોરણ 9 થી 12 અને કોલેજની દિવાળી બાદ શરૂ કરવા અંગે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. શિક્ષણ વિભાગની ઉચ્ચ અધિકારીઓની મીટિંગ બોલાવી ચર્ચાવિચારણા કરી છે. એસઓપી તૈયાર કરવા માટેની સૂચના આપી છે. 9 થી 12 ધોરણ ઉચ્ચ અધિકારીઓ બેસીને ચર્ચા વિચારણા કરીને તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગ સાથે બેસીને આગળનો વિચાર કરવામાં આવશે. જ્યારે શિક્ષણ કાર્યની શરૂઆત કરવી તેનો નિર્ણય ઉચ્ચ કક્ષાની મિટિંગમાં કરવામાં આવશે.

આ સાથે તેમણે ઉમેર્યુ હતુ કે, ધોરણ 12ની બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. એક મહિના પહેલા તેની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા સુધીનો પૂરતો સમય જાળવીને આ જાહેરાત કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ જાહેર કરવામાં આવશે. 1થી 8 ધોરણનો નિર્ણય પણ ઉચ્ચકક્ષાની બેઠકમાં કરવામાં આવશે.