રીપોર્ટ@ગુજરાત: રાજ્યમાં આ અઠવાડિયાથી જ શરૂ થઈ જશે જોરદાર ઠંડી, જાણો કેમ ?

અટલ સમાચાર,ડેસ્ક કોરોના કાળ વચ્ચે રાજ્યમાં ઠંડીના ચમકારાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો રાજ્યના 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. 15.5 ડિગ્રી
 
રીપોર્ટ@ગુજરાત: રાજ્યમાં આ અઠવાડિયાથી જ શરૂ થઈ જશે જોરદાર ઠંડી, જાણો કેમ ?

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના કાળ વચ્ચે રાજ્યમાં ઠંડીના ચમકારાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. 15.5 ડિગ્રી સાથે ગાંધીનગર-વલસાડમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 17.6 ડિગ્રીનો પારો નોંધાયો છે અને આગામી ચાર દિવસમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં લધુત્તમ તાપમાન 19.4 અને મહત્તમ 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રીપોર્ટ@ગુજરાત: રાજ્યમાં આ અઠવાડિયાથી જ શરૂ થઈ જશે જોરદાર ઠંડી, જાણો કેમ ?
File Photo

સમગ્ર મામલે હવામાન વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે, આ વર્ષે ભારતમાં સામાન્ય કરતાં વધારે ઠંડી પડી શકે છે. કચ્છમાં આજે તાપમાનનો પારો ગગડ્યો હતો. નલીયામાં લધુત્તમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કંડલા એરપોર્ટમાં 18.7 ડિગ્રી અને ભુજમાં 20.5 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં કેશોદમાં 19.4, ભાવનગરમાં 19.9, અમરેલીમાં 19.1, દિવમાં 19.6, સુરેન્દ્રનગરમાં 19.5 ડિગ્રી, ભાવનગરમાં 20.6, વેરાવળમાં 22, દ્વારકામાં 23.5, ઓખામાં 24.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.