રીપોર્ટ@ગુજરાત: IPSની બદલીઓનું લિસ્ટ તૈયાર, આજકાલમાં થઇ શકે છે જાહેરાત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં આગામી દિવસોમાં આઈપીએસ કક્ષાના અધિકારીઓની બદલીનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. આગામી બે દિવસમાં જ અંદાજે ગુજરાતના 75 જેટલા આઇપીએસની બદલીઓ જાહેર થશે. ત્યારે છેલ્લાં કેટલાંક વર્ષોથી રેલવે અને જીઈબીમાં સાઇડ પોસ્ટિંગ ભોગવી રહેલા અધિકારીઓ- રાજ્યમાં મહત્ત્વની જગ્યાઓ ઉપર પોસ્ટિંગ મેળવવા લોબિંગ માટે એડીચોટીનુ જોર લગાવી રહ્યા
 
રીપોર્ટ@ગુજરાત: IPSની બદલીઓનું લિસ્ટ તૈયાર, આજકાલમાં થઇ શકે છે જાહેરાત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં આગામી દિવસોમાં આઈપીએસ કક્ષાના અધિકારીઓની બદલીનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. આગામી બે દિવસમાં જ અંદાજે ગુજરાતના 75 જેટલા આઇપીએસની બદલીઓ જાહેર થશે. ત્યારે છેલ્લાં કેટલાંક વર્ષોથી રેલવે અને જીઈબીમાં સાઇડ પોસ્ટિંગ ભોગવી રહેલા અધિકારીઓ- રાજ્યમાં મહત્ત્વની જગ્યાઓ ઉપર પોસ્ટિંગ મેળવવા લોબિંગ માટે એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે. પોતાની ફરજમાં ખરેખર કાબિલે દાદ હોય તેવા કેટલાક અધિકારીઓ માત્ર રાજકીય કિન્નાખોરીના કારણે જીઇબીના વીજચોરી પોલીસ સ્ટેશનોમાં અથવા તો રેલવેની પોલીસ ફોર્સમાં ઉપરી અધિકારી તરીકે પોસ્ટિંગ પામ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં આઇપીએસ અધિકારીઓમાં સુરત અતિપ્રિય ગણાય છે. સુરત સિવાય નવસારી, વાપી, વલસાડ જેવા શહેરોમાં ક્રીમ પોસ્ટિંગ માટે પડાપડી થઈ રહી છે. મિની ભારત ગણાતા દક્ષિણ ગુજરાતમાં પરપ્રાંતીય લોકો વધુ છે, જેને લઇને ગુનાખોરીનુ પ્રમાણ પણ વધુ છે. પરંતુ, ગુના નોંધાતા નથી- ગુનો નોંધાય એ પહેલાં જ રફેદફે થઇ જાય છે. માટે જ આ મલાઇ પોસ્ટિંગ માટે વધુ રસ જોવાયો છે. જોકે, રાજ્યમાં હવે આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ માટે માત્ર સવા વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે, આ બદલીઓ અતિ મહત્ત્વની ગણાઇ રહી છે. જેમાં ભાજપ સરકાર પોતાને પ્રિય અધિકારીઓને ચૂંટણીમાં કયાં-કયાં તેમનો પૂરેપૂરો ઉપયોગ કરી શકાય તે પ્રકારે નિયુક્ત કરવા જઈ રહી છે. જેથી અધિકારીઓ પણ પોતાની અગાઉની વફાદારી સરકાર સમક્ષ રજૂ કરવા જઈ રહ્યાં છે. આગામી બે થી ત્રણ દિવસમાં ​કુલ 75 જેટલા આઇપીએસ અધિકારીઓના ઓર્ડર થવાની સંભાવના છે.