રીપોર્ટ@ગુજરાત: કોરોનાકાળ વચ્ચે લોકડાઉન કરવુ કે નહીં ? અઠવાડીયામાં લેવાશે મોટો નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે સુઓ મોટો કરેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે તેને જોતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં આવી શકે તેવી અટકળો પણ થઈ છે. દરમ્યાન રૂપાણી સરકારે હાઈકોર્ટમાં કહ્યું લોકડાઉનનો વિચાર નથી.લોકડાઉન વિકલ્પ નથી. ગરીબ માણસોને ઘણી તકલીફો
 
રીપોર્ટ@ગુજરાત: કોરોનાકાળ વચ્ચે લોકડાઉન કરવુ કે નહીં ? અઠવાડીયામાં લેવાશે મોટો નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે સુઓ મોટો કરેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે તેને જોતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં આવી શકે તેવી અટકળો પણ થઈ છે. દરમ્યાન રૂપાણી સરકારે હાઈકોર્ટમાં કહ્યું લોકડાઉનનો વિચાર નથી.લોકડાઉન વિકલ્પ નથી. ગરીબ માણસોને ઘણી તકલીફો પડશે. સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી રહ્યા છીએ. ગુજરાતમાં સ્થિતિ ખરાબ છે, પણ બાકી રાજ્યો કરતા સારું કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત હાઇકોર્ટે એમ પણ કહ્યું, 14 એપ્રિલ સુધીમાં જે પણ પગલાં લેવાના હોય એ લઈને એફિડેવિટ પર જણાવો. પ્રસાર માધ્યમોમાં આવતા અહેવાલોમાં તથ્ય નથી એવું કહી શકાય નહીં. પ્રસાર માધ્યમો જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ કરે છે. આ અંગે વધુ સુનાવણી 15 એપ્રિલના રોજ કરવામાં આવશે. ગુજરાતમાં લોકડાઉન લાદવું કે નહીં તે મુદ્દે હવે માત્ર ત્રણ જ દિવસમાં જ નિર્ણય લેવાશે.

રીપોર્ટ@ગુજરાત: કોરોનાકાળ વચ્ચે લોકડાઉન કરવુ કે નહીં ? અઠવાડીયામાં લેવાશે મોટો નિર્ણય
File Photo

ચીફ જસ્ટિસે કહ્યું, રાજ્ય સરકારની અમુક નીતિઓથી અમે ખુશ નથી. આ નીતિઓ સુધારવાની જરૂર છે.. આ વાતની આપને ખબર છે અને આ પહેલા પણ અમે એ બાબતે આ સંકેત આપી ચૂક્યા છીએ. ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકારના વકીલને ટકોર કરતાં કહ્યું, જ્યારે કોઈ રાજ્ય યોગ્ય રીત ના નિર્ણયને લઈ શકતું હોય તો મહામારી ના સમયમાં કેન્દ્ર સરકાર રાજ્યને યોગ્ય માર્ગદર્શન કેમ ન આપી શકે ?