રીપોર્ટ@ગુજરાત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઇ રાજકીય પક્ષોના દિગ્ગજોના ધામા, બેઠકો યોજાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આગામી સમયે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષોના કેન્દ્રીય દિગ્ગજોએ ગુજરાતમાં ધામા નાંખ્યા છે. આજે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત આવશે. આ સાથે કોંગ્રેસના જીતેન્દ્ર બઘેલ પણ મુલાકાતે આવે તેવી શક્યતાંઓ છે. આ તરફ RSS સુપ્રીમો અખિલ ભારતીય સંઘની કાર્યકારી બેઠકમાં ભાગ લેવા ગુજરાતમાં
 
રીપોર્ટ@ગુજરાત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઇ રાજકીય પક્ષોના દિગ્ગજોના ધામા, બેઠકો યોજાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આગામી સમયે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષોના કેન્દ્રીય દિગ્ગજોએ ગુજરાતમાં ધામા નાંખ્યા છે. આજે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત આવશે. આ સાથે કોંગ્રેસના જીતેન્દ્ર બઘેલ પણ મુલાકાતે આવે તેવી શક્યતાંઓ છે. આ તરફ RSS સુપ્રીમો અખિલ ભારતીય સંઘની કાર્યકારી બેઠકમાં ભાગ લેવા ગુજરાતમાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@ગુજરાત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઇ રાજકીય પક્ષોના દિગ્ગજોના ધામા, બેઠકો યોજાશે
File Photo

ગુજરાતમાં હાલ કોરોનાકાળ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેમની સાથે ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ પણ આવશે. બંને રાષ્ટ્રીય નેતાઓનું સ્વાગત પ્રદેશ ભાજપના અગ્રણીઓ કરશે. જોકે હજુ સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને તારીખો જાહેર કરવામાં આવી નથી. ત્યારે ઉમેદવારોના નામ પર સમીક્ષા સહિત આગેવાનો સાથે બેઠક સાથે સમીક્ષા કરવામાં આવશે.

રીપોર્ટ@ગુજરાત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઇ રાજકીય પક્ષોના દિગ્ગજોના ધામા, બેઠકો યોજાશે
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં એક તરફ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને લઇને RSS સુપ્રીમો મોહન ભાગવત પણ અમદાવાદમાં છે. ત્યારે રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ભાજપ એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બે દિવસની મુલાકાતમાં કમલમ ખાતે પ્રદેશ આગેવાન સહિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે ચર્ચા કરશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ બેઠકમાં જોડાશે.

રીપોર્ટ@ગુજરાત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઇ રાજકીય પક્ષોના દિગ્ગજોના ધામા, બેઠકો યોજાશે
જાહેરાત

આ તરફ કોંગ્રસ પક્ષ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સક્રિય જોવા મળી રહ્યું છે. આજે કોંગ્રેસના સહ પ્રભારી જીતેન્દ્ર બધેલ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરશે. આ સાથે પ્રદેશ કોંગ્રેસના આગેવાનોને ચૂંટણી મુદ્દે માર્ગદર્શન આપશે. અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે દિવસભર બેઠકોનો દોર જોવા મળશે. પક્ષના સહપ્રભારી જીતેન્દ્ર બધેલ ઉમેદવારોના નામ અંગે માર્ગદર્શન આપશે. આ સાથે ભાજપના પૂરા ન કરાયેલા વચનોને ચૂંટણીનો મુદ્દો પણ બનાવા અંગે રણનીતિ તૈયાર કરાવાશે. આ સાથે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP અને AIMIMની સક્રિયતાને લઇને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.