રીપોર્ટ@ગુજરાત: સરકાર મંજૂરી આપે તો પણ આ વખતે નહીં યોજાય નવરાત્રી ? જાણો કેમ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતમાં ગરબા ખૈલયાઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. આ વખતે પણ કોરોનાની દહેશતને પગલે ગરબા ન યોજવાન માટે આયોજકોએ નિર્ણય લીધો છે. રાજ્યમાં મોટા શહેરોમાં દર વર્ષ મોટા આયોજનકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે પરતું બે વર્ષથી કોરોના કહેરને પગલે ગરબા યોજી શકાતા નથી ત્યારે આ
 
રીપોર્ટ@ગુજરાત: સરકાર મંજૂરી આપે તો પણ આ વખતે નહીં યોજાય નવરાત્રી ? જાણો કેમ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ગરબા ખૈલયાઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. આ વખતે પણ કોરોનાની દહેશતને પગલે ગરબા ન યોજવાન માટે આયોજકોએ નિર્ણય લીધો છે. રાજ્યમાં મોટા શહેરોમાં દર વર્ષ મોટા આયોજનકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે પરતું બે વર્ષથી કોરોના કહેરને પગલે ગરબા યોજી શકાતા નથી ત્યારે આ વર્ષે પણ ગરબા નહીં યોજાય તેવું લાગી રહ્યું છે કેમ કે ગરબા આયોજકોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકાએ આ વખતે ગરબા નહીં યોજવા તેવો નિર્ણય લીધો છે.મહત્વનું છે કે અમદાવાદ, સુરત,રાજકોટ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં મોટા ગરબાના મોટા આયોજનકો થતા હોય છે તેમજ પાર્ટી પ્લોટમાં પણ ખૈલયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવાતી હોય છે ત્યારે વડોદરા અને અમદાવાદના આયોજકો આ વખતે ગરબા નહી યોજે તેવું જણાવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ શહેરમાં મણિનગરનો મણિયારો, એમઝોન ઈવેન્ટ, બોલિવૂડ હબ, ગોકુળ રાસગરબા, શ્રી ઈવેન્ટના આયોજકો ગરબાનું આયોજન નહી કરે ત્યારે આ વખતે ગરબા નહી યોજે તેવું જણાવતા આયોજકો કહી રહ્યા છે કે ગરબામાં સામાજિક અંતર જળવાય તે શક્ય નથી તેમજ માસ્ક સાથે પણ ખેલૈયાઓ ગરબા રમી શકતા નથી સાથે મોટા ગરબા રમવાના મેદાનમાં ઓછા લોકો સાથે આયોજન કરવુ તે પોસાય તેમ ન હોવાથી આયોજકોએ નિર્ણય લીધો છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની કારણે વડોદરા શહેરમાં પણ ગરબા યોજાશે કે નહીં તેને લઈને આશંકા જોવા મળી રહી છે. ત્યારે આયોજકો દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે આ વખતે ગરબા નહીં યોજાય કોરોનાની ત્રીજી લહેરની આશંકાને લઈ યુનાઈટેડ વે અને માં શક્તિના આયોજકો ગરબાના આયોજન માટે તૈયાર નથી. યુનાઈટેડ વે ગરબાના આયોજક હેમંત શાહે કહ્યું કે, લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આ વખતે ગરબા નહીં કરવાનો નિર્ણય કર્યો છે ગયા બર્ષની જેમ અમે આ વર્ષે પણ ગરબાનું આયોજન નહી કરીએ તેવું જણાવતા કહ્યું કે ગરબામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થઈ શકતું નથી એટલું આ વખતે ગરબા યોજવા સંભવ નથી.