રીપોર્ટ@ગુજરાત: 3 મહાનગરપાલિકાના મેયરની સત્તાવાર જાહેરાત, જુઓ એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે તમામ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. આ અંગે તાજેતરમાં જ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ખાસ બેઠક મળી હતી. જ્યાર બાદ આજે નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે હિતેશ બારોટ,પક્ષ
 
રીપોર્ટ@ગુજરાત: 3 મહાનગરપાલિકાના મેયરની સત્તાવાર જાહેરાત, જુઓ એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે તમામ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. આ અંગે તાજેતરમાં જ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ખાસ બેઠક મળી હતી. જ્યાર બાદ આજે નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે હિતેશ બારોટ,પક્ષ ના નેતા પદે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરાનાં નવા મેયર તરીકે કેયુરભાઇ રોકડીયાની વરણી ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીનાં નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેન્દ્રભાઇ પટેલ, દંડક તરીકે ચિરાગભાઇ બારોટ અને શાસક પક્ષ નેતા તરીકે અલ્પેશભાઇ લિંબાચિયાની વરણી કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભાવનગરનાં નવા મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહનાં નામની જાહેરાત કરાઈ છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની નિમણૂંક કરાઈ છે.