રીપોર્ટ@ગુજરાત: શંકરસિંહના વીડિયો બાદ રાજકારણ ગરમ, સપ્તાહમાં જઇ શકે કોંગ્રેસમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો વચ્ચે ખુદ તેમનું સત્તાવાર નિવેદન સામે આવ્યુ છે. જેમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, કોંગ્રેસમાં જવાની જરૂર પડશે તો કોંગ્રેસમાં જઇશ. ભાજપને હરાવવા કોંગ્રેસમાં જવું પડે તો જઇશ. હું કોંગ્રેસના આગેવાનને મળ્યો હતો. સામાજિક મુદ્દે કોંગ્રેસના આગેવાન સાથે ચર્ચા કરી. કોંગ્રેસમાં કોઇ પણ
 
રીપોર્ટ@ગુજરાત: શંકરસિંહના વીડિયો બાદ રાજકારણ ગરમ, સપ્તાહમાં જઇ શકે કોંગ્રેસમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો વચ્ચે ખુદ તેમનું સત્તાવાર નિવેદન સામે આવ્યુ છે. જેમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, કોંગ્રેસમાં જવાની જરૂર પડશે તો કોંગ્રેસમાં જઇશ. ભાજપને હરાવવા કોંગ્રેસમાં જવું પડે તો જઇશ. હું કોંગ્રેસના આગેવાનને મળ્યો હતો. સામાજિક મુદ્દે કોંગ્રેસના આગેવાન સાથે ચર્ચા કરી. કોંગ્રેસમાં કોઇ પણ શરતે જવા તૈયાર છું. આ તરફ હવે અંગત સુત્રોથી મળતી માહીતિ પ્રમાણે આગામી અઠવાડીયામાં તેઓ કોંગ્રેસમાં જોડાઇ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાઓ આજે વહેલી સવારથી ચાલી રહી હતી. આ તમામની વચ્ચે શંકરસિંહે એક વીડિયો જાહેર કરી કોંગ્રેસમાં જોડાવા અંગેની કબૂલાત પણ કરી છે. જોકે સુત્રોના મત મુજબ આગામી બે દિવસમાં તેઓ દિલ્હી જાય તેવી શક્યતા છે. આ સાથે આગામી અઠવાડીયામાં તેઓ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી શકે છે.

શંકરસિંહે વાઘેલાએ જાહેર કરેલાં વીડિયોમાં કહ્યુ છે કે, કોંગ્રેસમાં જવાની જરૂર પડશે તો કોંગ્રેસમાં જઇશ. ભાજપને હરાવવા કોંગ્રેસમાં જવું પડે તો જઇશ. હું કોંગ્રેસના આગેવાનને મળ્યો હતો. સામાજિક મુદ્દે કોંગ્રેસના આગેવાન સાથે ચર્ચા કરી. કોંગ્રેસમાં કોઇ પણ શરતે જવા તૈયાર છું. જો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય તો આગામી ચૂંટણીમાં પક્ષને થોડોક ફાયદો થઇ શકે છે.